બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gandhar oil ipo in the stock market investors became rich on the day of listing

બિઝનેસ / ટાટા બાદ ગાંધારનો જલવો! વધુ એક IPOએ રોકાણકારોના ખિસ્સા ભર્યા, આપ્યું 75 ટકાનું રિટર્ન

Arohi

Last Updated: 12:10 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhar Oil IPO Listing: NSE પર ગાંધાર ઓયલના શેર 298 રૂપિયા પર લિસ્ટ થયા. જ્યારે BSE પર તેની શરૂઆત 295.4 રૂપિયા પર થઈ। જે 169 રૂપિયાના ઈશ્યૂ પ્રાઈસથી 75 ટકા વધારે છે.

  • વધુ એક IPOએ લોકોને કર્યા માલામાલ 
  • Gandhar Oilના IPOની લિસ્ટિંગ 
  • શેર 300ને પાર પહોંચ્યો 

ગાંધાર ઓયલના શેરની બજારમાં આજે શાનદાર એન્ટ્રી થઈ છે. લિસ્ટિંગના દિવસે જ રોકાણકારેને જોરદાર નફો થયો છે. આ સ્ટોકે આજે એનએસઈ પર 76%ના પ્રીમિયમ પર શરૂઆત કરી છે. એનએસઈ પર ગાંધાર ઓયલના શેર 298 રૂપિયા પર લિસ્ટ થયા. 

જ્યારે બીએસઈ પર તેની શરૂઆત 295.4 રૂપિયા થઈ જે 169 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી 75 ટકા વધારે છે. સવારે 10.25 વાગ્યાની આસપાસ ગાંધાર ઓયલના શેર ઈશ્યુ પ્રાઈઝથી લગભગ 80 ટકા ઉપર 304.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. 

ગાંધાર ઓયલ IPOનું સબ્સક્રિપ્શન 64 ટકા 
ગાંધાર ઓયલ IPOનું સબ્સક્રિપ્શન 64 ટકા થયું છે. જે આશા કરતા વધારે સારૂ રહ્યું છે. આ IPOમાંથી મળનાર 357 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની લોન ફેસિલિટીની ચુકવણી, ઈન્સ્ટ્રૂમેન્ટ અને સિવિલ વર્કની ખરીદી, ઓટોમોટિવ ઓઈલ, પેટ્રોલિયમ જેલી, સફેદ તેલની ક્ષમતાના વિસ્તારમાં કરશે.

 

ગ્રે માર્કેટમાં 688ના પ્રીમિયમ પર ઉપલબ્ધ
શેરબજાર નિષ્ણાંતોને આશા હતી કે ગાંધાર ઓયલ આઈપીઓ લગભગ 58થી 68 પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. કેજરીવાલ રિસર્ચ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સર્વિસના સંસ્થાપક અરૂણ કેજરીવાલનું માનવું હતું કે ગંધાર ઓયલ આઈપીઓથી રોકાણકારોને 58થી 68નો લિસ્ટિંગ લાભ મળી શકે છે. માટે ગંધાર ઓયલ આઈપીઓની લિસ્ટિંગ કિંમત 227થી 237 પ્રતિ શેર રેન્જમાં હશે. ગાંધાર ઓયલ રિફાયનરી લિમિટેડના શેર આજે ગ્રે માર્કેટમાં 688ના પ્રીમિયર પર ઉપલબ્ધ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ