બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / g20 summit second day british pm rishi sunak visit akshardham temple

G20 Summit 2023 / G 20 સમિટ વચ્ચે ભારે વરસાદમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા ઋષિ સુનક અને પત્ની અક્ષતા, ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન

Malay

Last Updated: 10:17 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit 2023: બ્રિટિશ PM ઋષિ સુનક તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે અક્ષરધામ મંદિર ખાતે પહોંચ્યા છે. બંને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને પૂજા કરશે.

  • બ્રિટિશ PM ઋષિ સુનકની અક્ષરધામ મુલાકાત
  • દિલ્હી સ્થિત અક્ષરધામ મંદિર ખાતે પહોંચ્યા PM સુનક 
  • પત્ની અક્ષતા સાથે કરશે ભગવાનના દર્શન અને પૂજા

G20 Summit 2023: આજે G20 સમિટનો બીજો દિવસ છે. પહેલા દિવસે જ નવી દિલ્હી મેનિફેસ્ટો પર સર્વસંમતિ સધાઈને ઈતિહાસ રચાયો છે. આ વખતની G-20 સમિટ  અત્યાર સુધીની સૌથી સફળ સમિટ પણ બની ગઈ છે. અગાઉની સમિટની સરખામણીમાં આ વખતે સૌથી વધુ કામ કરવામાં આવ્યું છે. બીજા દિવસે સમિટનું ત્રીજું સત્ર 'વન ફ્યુચર' યોજાશે. આ કાર્યક્રમ ભારત મંડપમમાં યોજાશે.

No description available.

રાજઘાટ ખાતે પહોંચશે વિશ્વના ટોચના નેતાઓ 
G20 સમિટનો આજે બીજો દિવસ છે. ભારત આજે બ્રાઝિલને 2024માં G20ની અધ્યક્ષતાની જવાબદારી સોંપશે. દિલ્હીમાં હાજર વિશ્વના ટોચના નેતાઓ સવારે 8થી 9 વાગ્યાની વચ્ચે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીના સમાધિ સ્થળ પર પહોંચશે અને પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે 10 વાગ્યા પછી G20 સમિટનું ત્રીજું અને છેલ્લું સેશન (વન ફ્યૂચર) શરૂ થશે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીના અક્ષરધામ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. આ માટે મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 

No description available.

PM ઋષિ સુનક અક્ષરધામ મંદિર પહોંચ્યા
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીમાં અક્ષરધામ મંદિર ખાતે પહોંચ્યા છે. તેઓ અહીં તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે આવ્યા છે. બંને મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરશે અને પૂજા કરશે. ઋષિ સુનકને હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા છે. વરસાદની વચ્ચે મંદિરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અક્ષતા મૂર્તિ પણ આવ્યા છે ભારત
બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ સાથે ભારત આવ્યા છે. તેમણે તેમની પત્ની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી, જ્યાં તેમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદી અને ઋષિ સુનક વચ્ચે વાતચીત
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં G20 સમિટ દરમિયાન પીએમ મોદી અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકની વચ્ચે વાતચીત થઈ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે અમે વેપાર સંબંધો (business relations)ને વધુ ગાઢ બનાવવા અને રોકાણને પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી. આ સાથે તેમણે લખ્યું કે ભારત-બ્રિટન એક સમૃદ્ધ ગ્રહ માટે કામ કરતા રહેશે. 

PM મોદીએ લોન્ચ કર્યું ગ્લોબલ બાયોફ્યૂઅલ એલાયન્સ
ભારતમાં જી-20 સમિટમાં પીએમ મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ લોન્ચ કરી દીધું છે અને 9 રાષ્ટ્રાધ્યક્ષોને તેમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.  જૈવિક બળતણ એટલે વનસ્પતિ, અનાજ, શેવાળ, ભૂસકો અને ખાદ્ય કચરામાંથી બનાવેલું બળતણ. બાયોફ્યુઅલ્સ ઘણા પ્રકારના માયોમામાંથી કાઢવામાં આવે છે. તેમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય છે. જો તેનો ઉપયોગ વધશે તો વિશ્વમાં પરંપરાગત ઇંધણ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઓછી થશે અને પર્યાવરણીય પ્રદૂષણ પણ ઘટશે.

ક્યારે થયો પ્રથમ ઉપયોગ
1890માં પ્રથમ વખત રુડોલ્ફ ડિઝલે ખેતી માટે આંતરિક કમ્બશન એન્જિનને ચલાવવા માટે વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ