બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / From the successful launch of Chandrayaan-3.... Modi government got 5 big good news in 2 days

મજબૂત ઇકોનોમી / ચંદ્રયાન-3ના સફળ લૉન્ચિંગથી લઇને.... 2 જ દિવસમાં મોદી સરકારને મળ્યાં 5 મોટા ગુડ ન્યુઝ

Priyakant

Last Updated: 08:46 AM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Strong Economy News: જુલાઇ શરૂ થતાં જ સરકાર માટે એક બાદ એક 5 ગુડ ન્યુઝ, જથ્થાબંધ મોંઘવારી (WPI)ના આંકડા લોકોને રાહત આપવાના છે, રિટેલ ફુગાવાએ કેટલીક ચિંતાઓ ઊભી કરી

  • જુલાઇ શરૂ થતાં જ સરકાર માટે એક બાદ એક 5 ગુડ ન્યુઝ
  • આ મહિને આવેલા જથ્થાબંધ મોંઘવારીના આંકડા આપશે લોકોને રાહત 
  • રિટેલ ફુગાવાએ કેટલીક ચિંતાઓ ઊભી કરી 
  • શેરબજાર શુક્રવારે ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું 

મોદી સરકાર માટે 2023ના જુલાઈ મહિનામાં પાંચ મોટા સમાચાર આવ્યા છે. આ પાંચ સમાચારોએ સાબિત કર્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર ચાલી રહી છે. આ મહિને આવેલા જથ્થાબંધ મોંઘવારી (WPI)ના આંકડા લોકોને રાહત આપવાના છે. પરંતુ રિટેલ ફુગાવાએ કેટલીક ચિંતાઓ ઊભી કરી છે. આ સિવાય શેરબજાર શુક્રવારે ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે અને ઔદ્યોગિક ઉત્પાદનના મોરચે આ આંકડા સકારાત્મક છે. 

જથ્થાબંધ ફુગાવો દર 
જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી સામે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર 8 વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને -4.12 ટકા પર આવી ગયો છે. અગાઉના મહિનામાં એટલે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર -3.8 ટકા હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર નકારાત્મકમાં આવ્યો છે. જથ્થાબંધ ફુગાવો 2015 પછી સૌથી નીચો છે.

છૂટક ફુગાવો
જૂન મહિનામાં દેશમાં છૂટક મોંઘવારી વધી છે. જૂન મહિનામાં તે ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.81 ટકા હતો, જે મે મહિનામાં 4.31 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના છૂટક ભાવમાં વધારાને કારણે ફુગાવાનો દર વધ્યો છે અને તે 4.49 ટકા પર પહોંચી ગયો છે. મે મહિનામાં આ આંકડો 2.29 ટકા હતો. વાસ્તવમાં ટામેટાં અને અન્ય શાકભાજીના વધેલા ભાવ છૂટક મોંઘવારી દરમાં વધારાનું મુખ્ય કારણ છે.

ઔદ્યોગિક ઉત્પાદન
મે 2023માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા IIP ડેટા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલમાં 4.5 ટકાથી વધીને મે મહિનામાં 5.2 ટકા થયું છે. આંકડાઓમાં વધારો મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ અને માઈનિંગ સેક્ટરના શાનદાર પ્રદર્શનને કારણે છે. આ સમયગાળા દરમિયાન કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું ઉત્પાદન 1.1 ટકા વધ્યું છે. અર્થતંત્રના મોરચે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સરકાર માટે ઉત્તમ છે. 

સેન્સેક્સ 66 હજારને પાર
મહત્વનું છે કે, શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. ધારણા કરતાં વધુ સારી કમાણી કર્યા બાદ આઇટી શેરોએ વેગ પકડ્યો હતો. BSE બેરોમીટર પ્રથમ વખત 66,000ની ઉપર બંધ થયો હતો. શુક્રવારે BSE સેન્સેક્સ 502 પોઈન્ટ અથવા 0.77 ટકાથી વધુ વધીને 66,060.90 પર બંધ થયો હતો. જ્યારે NSE નિફ્ટી 50 150.75 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 19,564.50 પર બંધ થયો હતો. 

ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટરમાંથી બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું ત્યારે શુક્રવારે આખો દેશ આનંદમાં હતો. ચંદ્રયાન-3 એ ભારતનું ત્રીજું ચંદ્ર મિશન છે. માત્ર ભારત જ નહીં અમેરિકા અને ચીન સહિત વિશ્વની નજર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર છે. મુંબઈ સ્થિત પ્રાઈવેટ એરોસ્પેસ કંપની ગોદરેજ એરોસ્પેસે આ માટે મહત્વના ઘટકો પૂરા પાડ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ