બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / From Statue of Unity to London A 73-year-old vintage car will travel from India to London

લાલપરી વિન્ટેજ કાર / 73 વર્ષ જૂની વિન્ટેજ કારમાં ગુજરાતથી લંડનનો પ્રવાસ: 16 દેશોમાં થશે ગુજરાત ટુરિઝમનો પ્રચાર, જાણો ખાસિયત

Vishal Khamar

Last Updated: 07:13 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લંડન સુધી 73 વર્ષ જૂની વિન્ટેજ કાર ભારતથી લંડન સુધી યાત્રા કરશે. ત્યારે આ યાત્રામાં લાલપરીમાં ત્રણ પેઢી એક સાથે ભારતથી લંડનનો પ્રવાસ કરશે. તેમજ ગુજરાતનાં પ્રવાસન સ્થળોની માહિતી 16 દેશોમાં પૂરી પાડવામાં આવશે.

  • 73 વર્ષ જૂની વિન્ટેજ કાર ભારતથી લંડન સુધી માર્ગ યાત્રા કરશે
  • મંત્રી મૂળુભાઈ બેરાએ ફ્લેગ ઓફ કરી યાત્રાની શરૂઆત કરાવી
  • ગાંધીનગર થી સ્ટેચ્યુ ઑફ યુનિટી, મુંબઈ, દુબઈ થઈ પહોંચશે લંડન

 73 વર્ષ જૂની વિન્ટેજ કાર ભારતથી લંડન સુદી માર્ગ યાત્રા કરશે. ત્યારે મંત્રી મૂળુભાઈ બેરાએ ફ્લેગ ઓફ કરી યાત્રાની શરૂઆત કરાવી છે.  ગાંધીનગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, મુંબઈ, દુબઈ થઈ લંડન પહોંચશે. લાલપરીમાં ત્રણ પેઢી એક સાતે ભારતથી લંડનનો પ્રવાસ કરશે. લંડન પ્રવાસમાં ગુજરાતનાં પ્રવાન સ્થળોને પણ મહત્વ આપવામાં આવ્યું છે. આ હેરિટેજ ગાડી સાથે અન્ય એક કાર ગુજરાતનાં પ્રવાસન સ્થળોની માહિતી 16 દેશોમાં પૂરી પાડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી
આ બાબતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, 1950 ની વિન્ટેજ કાર લઈને લાલ પરી કાર લઈને મોટો પ્રવાસ ભારતથી લંડન સુધીનો 12000 કિમી સુધીનો  પ્રવાસ કરશે. દમન ઠાકોરની તેમના પિતા દેવલ ઠાકોર, અને તેમની દિકરી દેવાંશી ઠાકોર પણ  ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.  સ્ટેચ્યુ ઓફ યુનિટીથીથી આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગાડીની આગળનાં ભાગે સરદાર પટેલનું સ્ટેચ્યું રાખવામાં આવ્યું છે. આ ખૂબ જુની કાર છે. તેમજ તેની સાથે બીજી પણ એક અન્ય કાર પણ સાથે રાખી છે. સ્ટેચ્યું ઓફ યુનિટીનાં લોગોને મુખ્ય થીમ રાખી સમગ્ર વિશ્વમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જે સંદેશ છે.  શાંતિ અને એકતા માટેનો એ વાતનો સંદેશો લઈ બહુ લાંબી યાત્રા કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ