બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / From now you will be able to vote sitting in other states also

BIG BREAKING / હવેથી તમે અન્ય રાજ્યમાં બેઠા-બેઠા પણ મતદાન કરી શકશો! ECએ વિકસાવી અદભુત સિસ્ટમ, જાણો વિગત

Priyakant

Last Updated: 12:40 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે આ નવી સુવિધાના અમલીકરણમાં કાયદાકીય, વહીવટી અને ટેકનિકલ પડકારો અંગે રાજકીય પક્ષોના મંતવ્યો માંગ્યા

  • ચૂંટણી પંચ દ્વારા ઘરેલુ પરપ્રાંતિય મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા કવાયત 
  • સ્થળાંતરિત મતદારોએ તેમના મત આપવા માટે ગૃહ રાજ્યમાં નહિ જવું પડે 
  • ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો 
  • ચૂંટણી પંચે 16મી જાન્યુઆરીએ તમામ પક્ષો માટે તેનો લાઈવ ડેમો રાખ્યો

ચૂંટણી પંચ ઘરેલુ પરપ્રાંતિય મતદારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આ હેઠળ હવે ચૂંટણી દરમિયાન સ્થળાંતરિત મતદારોએ તેમના મત આપવા માટે ગૃહ રાજ્યમાં જવું પડશે નહીં. ચૂંટણી પંચ આ માટે રિમોટ વોટિંગ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે રિમોટ ઈવીએમનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. પંચે 16મી જાન્યુઆરીએ તમામ પક્ષો માટે તેનો લાઈવ ડેમો પણ રાખ્યો છે. ચૂંટણી પંચે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ઘરેલું સ્થળાંતરિત મતદારો માટે મલ્ટી-વિભાગના રિમોટ ઇવીએમ તૈયાર કર્યા છે. તે એક જ રિમોટ પોલિંગ બૂથથી 72મત વિસ્તારોને સંભાળી શકે છે.

EC એ રાજકીય પક્ષો પાસેથી સૂચનો માંગ્યા

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને 16 જાન્યુઆરીએ લાઈવ ડેમો માટે બોલાવ્યા છે. તમામ પક્ષો અને હિતધારકોના પ્રતિસાદ અને પ્રોટોટાઇપના પ્રદર્શનના આધારે ચૂંટણી પંચ રિમોટ વોટિંગ સિસ્ટમ લાગુ કરવાની પ્રક્રિયા આગળ ધપાવશે. તેના અમલીકરણમાં કાયદાકીય, વહીવટી અને ટેકનિકલ પડકારો અંગે રાજકીય પક્ષોના મંતવ્યો પણ માંગવામાં આવ્યા છે.

શું કહ્યું ચૂંટણી પંચે ? 

ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં 67.4% મતદાન થયું હતું. 30 કરોડથી વધુ મતદારોએ પોતાનો મત આપ્યો ન હતો. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, મતદાતા ઘણા કારણોસર નવા રહેઠાણની નોંધણી કરાવી શકતા નથી. આવી સ્થિતિમાં તે મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે નહીં. મતદાનની ટકાવારી સુધારવા અને ચૂંટણીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઘરેલું સ્થળાંતર કરનારાઓની મત આપવા માટે અસમર્થતા એ એક મુખ્ય કારણ છે. જોકે દેશની અંદર સ્થળાંતર કરનારાઓનો કોઈ કેન્દ્રીય ડેટાબેઝ નથી. જોકે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, નોકરી, કામ, લગ્ન અને શિક્ષણ ઘરેલું સ્થળાંતરનું કારણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ