બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / બિઝનેસ / From Credit Cards, ITR to Kitchen Gas: These 5 Rules Will Change From Tomorrow, Direct Impact on Your Pocket

મોટા ફેરફારો / ક્રેડિટ કાર્ડ, ITRથી રસોડાના ગેસ સુધી: કાલથી બદલાઈ જશે આ 5 નિયમો, તમારા ખિસ્સાં પર થશે સીધી અસર

Pravin Joshi

Last Updated: 02:49 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થશે અને 1 જુલાઈથી તમે રસોઈ ગેસથી લઈને ઈન્કમ ટેક્સ સુધીના મોટા ફેરફારો જોશો. કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. આવા ઘણા નવા નિયમો 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

  • 1 જુલાઈથી ગેસથી લઈને ઈન્કમ ટેક્સ સુધીના મોટા ફેરફારો થશે
  • પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને ગેસ સિલિન્ડર સુધીના નવા જાહેર થશે
  • આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 

આવતીકાલથી જુલાઈ મહિનો શરૂ થશે અને 1 જુલાઈથી તમે રસોઈ ગેસથી લઈને ઈન્કમ ટેક્સ સુધીના મોટા ફેરફારો જોશો. કારણ કે દર મહિનાની શરૂઆતમાં ઘણા નિયમો બદલાય છે. આવા ઘણા નવા નિયમો 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. 1 જુલાઈથી થવા જઈ રહેલા આ ફેરફારો વિશે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ પર TCS લાદવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. જુલાઇ મહિનો શરૂ થાય તે પહેલા આ ફેરફારો વિશે ખાતરી કરો જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

Topic | VTV Gujarati

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં ફેરફાર

સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને ગેસ સિલિન્ડર સુધીના નવા દર જારી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સ્થિર રહે છે તો ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું વિચારી શકે છે. આવી સ્થિતિમાં આગામી મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય 1 જુલાઈએ એલપીજી ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. એવી અપેક્ષા છે કે આવતા મહિને એલપીજીના ભાવ પણ સસ્તા થઈ શકે છે.

મોટી રાહત : કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર રાહત આપ્યા બાદ આ રાજ્યોએ પણ  જનતાને આપી ખુશખબર | center on petrol and diesel these states also reduced  the tax know what are

PAN આધાર લિંકિંગ

આધારને PAN સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન એટલે કે આજે છે. જો તમે આ બે ડોક્યુમેન્ટ્સને લિંક નહીં કરો તો 1 જુલાઈથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની સમસ્યાથી બચવા માટે તેને આજે જ લિંક કરો. અગાઉ પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.

આધાર-પાનકાર્ડને લિંક કરી જ દેજો, સોશિયલ મીડિયામાં ગુજ. હાઈકોર્ટના ચુકાદાને  નામે વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો | Clarification on viral message of  Aadhaar-Pancard link

ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ

નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. કરદાતાઓએ દર વર્ષે ITR ફાઈલ કરવાની હોય છે. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી ITR ફાઇલ નથી કર્યું, તો તેને સમયસર ફાઇલ કરો. જો 31 જુલાઈની અંદર ITR ફાઈલ કરવામાં ન આવે તો આવી સ્થિતિમાં તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

સમયસર IT રિટર્ન ફાઇલ કરી દેજો, ફટાફટ મળી જશે રિફન્ડ, નહીં તો ભરવો પડશે  મસમોટો દંડ income tax refund taxpayers know itr filling benefits easy loan  refund

એડવાન્સ ટેક્સ ચુકવણી

જો તમારો ટેક્સ 10 હજાર રૂપિયાથી વધુ છે, તો તમારા માટે તેને નિર્ધારિત સમય મર્યાદામાં ભરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સમયસર એડવાન્સ ટેક્સ પેમેન્ટ ન કર્યું હોય તો પ્રથમ ત્રણ હપ્તા પર 3% અને છેલ્લા હપ્તા પર 1% ના દરે કુલ એડવાન્સ ટેક્સની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. તેનાથી તમારા ખિસ્સાનો બોજ જ વધશે. એટલા માટે તમારે 30મી જૂને જ એડવાન્સ ટેક્સ ચૂકવવો જોઈએ. 1 જુલાઈથી, તમે એડવાન્સ ટેક્સ પેમેન્ટ કરી શકશો નહીં, ન તો તમને વધુ તક મળશે.

Topic | VTV Gujarati

ફૂટવેર કંપનીઓ માટે જરૂરી QCO

1 જુલાઈ, 2023થી દેશમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર યુનિટ્સને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત ફૂટવેર કંપનીઓ માટે QCO ફરજિયાત કરવામાં આવ્યું છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ના નિયમોને અનુસરીને, સરકારે ફૂટવેર કંપનીઓ માટે કેટલાક ધોરણો રજૂ કર્યા છે. હવે ફૂટવેર કંપનીઓએ આ નિયમો અનુસાર જૂતા અને ચપ્પલ બનાવવા પડશે. અત્યારે 27 ફૂટવેર પ્રોડક્ટ્સ QCOના સ્કોપમાં સામેલ છે. પરંતુ આવતા વર્ષે બાકીની 27 પ્રોડક્ટ્સને પણ આ સ્કોપ હેઠળ લાવી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ