બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / from 1st september pfrda give rs 15 to 10000 commission to pop for nps account opening

તમારા કામનું / 1 સપ્ટેમ્બરથી શરૂ થશે આ ખાસ સુવિધા, NPSમાં ખાતુ ખોલતા PoPને મળશે 10 હજાર સુધીનું કમિશન

Arohi

Last Updated: 01:06 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 સપ્ટેમ્બરથી લાગુ થનારી આ યોજનામાં પીઓપી ઓછામાં ઓછા 15 રૂપિયા અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા મેળવી શકશે.

  • 1 સપ્ટેમ્બપથી લગુ થશે આ યોજના 
  • PoPમાં મળશે 10 હજાર સુધીનો ફાયદો 
  • જાણો તેના વિશે બધુ જ 

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માટે ખાતું ખોલાવવાની સુવિધા આપતા પીઓપી આવતા મહિનાથી કમિશન તરીકે રૂ. 15 થી રૂ. 10,000 મેળવી શકશે. આ કમિશન ત્યારે ઉપલબ્ધ થશે જ્યારે સબસ્ક્રાઇબર ઓલ સિટીઝન મોડલ હેઠળ સીધા પોતાના ખાતામાંથી પૈસા સંબંધિત એકમોને મોકલવાનો વિકલ્પ પસંદ કરે છે. 

PFRDAના પગલાથી પીઓપીને પ્રોત્સાહન મળશે 
આ પગલાનો હેતુ NPS ખાતા ખોલવા માટે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) સુવિધા આપનારાઓને વળતર આપવાનો છે. જેઓને ચાર્જીસની દ્રષ્ટિએ નુકસાન થઈ રહ્યું છે. પીઓપીમાં બેંકો, એનબીએફસી અને અન્ય એકમોનો સમાવેશ થાય છે. 

ત્યાં જ એનપીએસ હેઠળ રજીસ્ટ્રેશનની સાથે સબ્સ્ક્રાઇબર્સને સંબંધિત સેવાઓ આપે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ જણાવ્યું હતું કે આ પગલાથી POPsને પ્રોત્સાહન મળશે કારણ કે તેઓ NPS એકાઉન્ટ ખોલવા માટે સખત પ્રયાસ કરે છે.

રોકાણ કરેલી રકમ પર 0.20 ટકા કમિશન
PFRDA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, NPSના વિસ્તરણના પ્રયાસોને સમર્થન આપવા માટે 1 સપ્ટેમ્બર, 2022થી એક નિશ્ચિત સમયગાળા પર કમિશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

પેન્શન રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, NPSમાં યોગદાન માટે સંબંધિત એજન્સીને બેંક ખાતામાંથી સીધા પૈસા ટ્રાન્સફર કરવા એ e-NPS જેવું છે. આ અંગેનું કમિશન સંબંધિત પીઓપીને આપવામાં આવશે. ડાયરેક્ટ ટ્રાન્સફર પર નિશ્ચિત સમયગાળા માટે પીઓપીને ચૂકવવામાં આવતું કમિશન યોગદાનની રકમના 0.20 ટકા હશે.

લઘુત્તમ કમિશનની રકમ 15 રૂપિયા હશે
આ રીતે તે ન્યૂનતમ 15 રૂપિયા અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા હશે. નિશ્ચિત અંતરાળ પર ગ્રાહક પાસેથી આ કમીશન તેમના રોકાણ વાળા યુનિટની સંખ્યાને ઘટાડીને લાવામાં આવશે. આ રકમ સંબંધિત એજન્સીને અંતરિત કરવાની સુવિધાને ગ્રાહક-કેન્દ્રિત ઉપાયના રૂપમાં રજુ કરવામાં આવી છે. જો ટ્રસ્ટી બેન્કને સવારે 9.30 વાગ્યા પહેલા યોગદાન રકમ પર મળે છે. તે તેજ દિવસે નેટ એસેટ વેલ્યુને ગ્રાહકને રોકાણ રિટર્નને અનુકૂળ બનાવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ