બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / french-president-emmanuel-macron-posts-in-hindi-to-send-medical-equipment-ventilators-oxygen-generators-to-india-coronavirus

કોવિડ સંકટ / મુશ્કેલ સમયમાં સૌથી વિશ્વસનીય મિત્રનો મળ્યો મોદી સરકારને સાથ, કહ્યું - મદદ મોકલી રહ્યા છીએ

Nirav

Last Updated: 05:15 PM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે તારાજી ફેલાઈ ગઈ છે, સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઇકોર્ટ પણ જ્યારે સરકારનો કાન આમળી રહી છે

  • કોરોનાની બીજી લહેરથી દેશમાં ઓક્સિજન સંકટ વધ્યું હતું 
  • મોદી સરકારની મદદની ટહેલ પર વૈશ્વિક દેશો આવ્યા આગળ 
  • અમેરિકા અને યુરોપના પશ્ચિમી દેશો, સાથે જ રશિયા, થાઈલેન્ડ, સિંગાપોર અને ગલ્ફના દેશોથી પણ મળી સહાયતા 

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે તારાજી ફેલાઈ ગઈ છે, સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઇકોર્ટ પણ જ્યારે સરકારનો કાન આમળી રહી છે, ત્યારે વિદેશના મોરચે સરકારને રાહત મળે તેવી ખબરો લગાતાર સામે આવી રહી છે. 

રશિયા, ચીન, બ્રિટેન, અમેરિકા, ઈઝરાયેલ, જર્મની અને યુરોપિયન યુનિયન પછી હવે યુરોપમાં ભારતના સૌથી વિશ્વસનીય મિત્ર ગણાઇ રહેલા ફ્રાન્સે ભારત માટે એક ખાસ સંદેશ મોકલ્યો છે, મહત્વનો છે કે આ સંદેશ ખાસ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો એ મોકલ્યો છે, જેમાં ભારત માટે તેમણે કહ્યું છે કે આપણે જે મહામારીના સમયથી નીકળી રહ્યા છીએ, તેનાથી કોઈ પણક અલગ રહી શક્યું નથી, અમે જાણીએ છીએ કે ભારત એક મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે. 

મેક્રોએ ફેસબુક પર લખ્યો ખાસ સંદેશો 

ફેસબુક પર ભારત માટે ખાસ લખેલા સંદેશમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ફ્રાંસ હમેશા એકસાથે જ રહ્યા છે, અમે મદદ કરવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા છીએ અને ફ્રાંસ ભારતને ઓક્સિજન જનરેટર, વેન્ટિલેટર અને મેડિકલ ઉપકરણ મોકલશે.  દરેક જનરેટર ઓક્સિજનનું ઉત્પાદન કરીને એક હોસ્પિટલને 10 વર્ષ સુધી આત્મનિર્ભર બનાવી શકે છે. 

વધુમાં મેક્રોએ એમ પણ કહ્યું હતું કે ભારતની મદદ માટે ફ્રાંસની કંપનીઓ કતારબંદ થઈ રહી છે, અને તે પહેલાથી જ ઘણી મોટી સંખ્યામાં ત્યાં હાજર છે, આ અમારી બંને દેશોની મિત્રતાના કેન્દ્રમાં છે, અમે સાથે મળીને આ લડાઈ જીતીશું. 

બ્રિટેનથી મદદનો પહેલો જથ્થો આવ્યો 

મહત્વનું છે કે ભારતમાં ઓક્સિજન સંકટની વચ્ચે બ્રિટેનથી મોકલવામાં આવેલી મદદનો પહેલો જથ્થો દેશમાં પહોંચી ચૂક્યો છે, તેમાં 100 વેન્ટિલેટર, 95 કોન્સેન્ટરેટર્સ અને અન્ય મેડિકલ ઉપકરણો સામેલ છે. આની સિવાય અમેરિકન સરકાર દ્વારા પણ ભારતને વેક્સિન માટેના કાચા માલની સાથે જ મેડિકલ ઉપકરણો માટે પહોંચાડી રહી છે. 40 અમેરિકન કંપનીઓએ ભારતને મદદ માટે ટાસ્ક ફરસ બનાવી છે, આની સાથે જ યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલીયા દ્વારા પણ ભારતની મદદ માટે તૈયારી બતાવાઇ છે, માઇક્રોસોફ્ટ અને ગૂગલ કંપની દ્વારા પણ ભારતની મદદ માટે જાહેરાત કરવામાં આવી છે.  

થાઈલેન્ડથી પણ મળી છે મદદ 

નોંધનીય છે કે આની સાથે જ થાઈલેન્ડ તરફથી ભારતને ઓક્સિજન કન્ટેનર્સનું વધુ એક કંસાઈન્મેન્ટ મોકલી દેવામાં આવ્યું છે. રશિયાએ રેમડેસીવીર અને અન્ય મેડિકલ સહાયતા આપવાની વાત સ્વીકારી છે, ગલ્ફના દેશોમાંથી યુએઇ અને સાઉદી આરબ દ્વારા ભારતને ઓક્સિજનની મદદ કરવામાં આવી છે, દુનિયાની સૌથી ઊંચી ઇમારત એવી બુર્જ ખલીફા પર દુબઈમાં ભારતનો તિરંગો દર્શાવીને યુએઇ દ્વારા ભારતને મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાનો અને તેની સાથે હોવાનો સંદેશ પણ આપ્યો છે. આ સિવાય કેનેડા અને સિંગાપોરથી પણ ઉપકરણો મંગાવાઈ રહ્યા છે. 

આયર્લેન્ડ પણ કરશે મદદ 

યુરોપના દેશ આયર્લેન્ડ તરફથી પણ ભારત માટે એક રાહતની ખબર આવી છે, નોંધનીય છે કે મુશ્કેલ એવા આ સમયમાં આયર્લેન્ડ ભારતને 700 ઓક્સિજન કોન્સેન્ટરેટર્સ મોકલવા રાજી થઈ ગયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona virus India Global Support Oxygen shortage covid cases france કોરોના ફ્રાંસ ભારત Covid Crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ