બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / france abortion a constitutional right became world first country legalized abortion

ઐતિહાસિક નિર્ણય / આ દેશમાં મહિલાઓને અપાયો ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર, બન્યો આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ

Manisha Jogi

Last Updated: 10:11 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસ સરકારે ફ્રાંસમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે. ગર્ભપાતને બંધારણીય અધિકાર આપનાર ફ્રાંસ પ્રથમ દેશ બની ગયો છે. સરકારના આ નિર્ણય પર તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

ફ્રાંસ સરકારે ફ્રાંસમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે. ફ્રાંસના સાંસદોએ સંસદના સંયુક્ત સત્ર દરમિયાન ગર્ભપાતના અધિકાર સંબંધિત બિલને મંજૂરી આપી છે. આ બિલ પર મતદાન દરમિયાન બિલના પક્ષમાં 780 વોટ પડ્યા હતા અને તેના વિરોધમાં માત્ર 72 વોટ પડ્યા હતા. ફ્રાંસ સંસદના બંને સદન નેશનલ એસેમ્બલી અને સીનેટે ફ્રાંસ સંવિધાનના અનુચ્છેદ 34માં સંશોધન માટે એક બિલને મંજૂરી આપી છે. ગર્ભપાતને બંધારણીય અધિકાર આપનાર ફ્રાંસ પ્રથમ દેશ બની ગયો છે. સરકારના આ નિર્ણય પર તમામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

ફ્રાંસની રાજધાની પેરિસના વર્સેલ્સ પેલેસમાં સાંસદોની વિશેષ સભા દરમિયાન મતદાન પ્રક્રિયાનું અંતિમ ચરણ હતું. ફ્રાંસ સીનેટ અને નેશનલ એસેમ્બલીએ આ વર્ષની શરૂઆતમાં સંશોધનને બહોળા બહુમતથી મંજૂરી આપી હતી. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્રાંસમાં ગર્ભપાતની ‘ગેરંટીકૃત સ્વતંત્રતા’ છે. અનેક સાંસદોએ આ નિર્ણયની સરાહના કરીને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. ગ્રેબિયલ અટલે વોટ કરતા પહેલા જણાવ્યું કે, ‘સાંસદો પર તે મહિલાઓ પ્રત્યે ‘નૈતિક ઋણ’ છે, જેમને અગાઉ ગેરકાયદાકીય ગર્ભપાત સહન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અમે તમામ મહિલાઓને કહેવા માંગીએ છીએ કે, તમારું શરીર તમારું જ છે.’

વધુ વાંચો: બેંગલુરૂ સહિત 7 રાજ્યોમાં NIAની મોટી કાર્યવાહી, પાડ્યા દરોડા, કાફે બ્લાસ્ટની તપાસમાં એક્શન

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા અધિકાર દિવસના અવસરે સંશોધન આ બિલ પસાર થવાની ઊજવણી કરવા માટે એક ઔપચારિક સમારોહનું આયોજન કરવામાં આવશે. ફ્રાંસે પહેલી વાર વર્ષ 1975માં ગર્ભપાતને કાયદાકીય ગણાવ્યું હતું. આ બિલ પસાર થવું તે ફ્રાંસીસી વામપંથીઓ માટે એક સ્પષ્ટ જીત છે, જે વર્ષોથી ગર્ભપાતને બંધારણીય અધિકાર આપવાનું કહી રહ્યા હતા. 25મી વાર આ મુદ્દે મતદાન કરવામાં આવ્યું હતું. ફ્રહાંસ સરકારે વર્ષ 1958માં પાંચમાં ગણતંત્રની સ્થાપના પછી સંવિધાનમાં સુધારો કર્યો છે. બાયોએથિક્સ સાથે સંબંધિત મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરનાર વેટિકન સંસ્થા પોંટિફિકલ એકેડમી ફોર લાઈફે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘સાર્વભૌમિક માનવ અધિકારના યુગમાં માન જીવન લેવાનો અધિકાર ના હોઈ શકે.’

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ