બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Four, including a woman, shot dead by chain-snatching accused in Patna, second major incident within a fortnight

બિહાર / પટણામાં ચેઈન સ્નેચિંગ કરતાં આરોપીઓએ મહિલા સહિત ચારને ગોળી ધરબી દીધી, એક પખવાડિયાની અંદર બીજી મોટી ઘટના બનતા હડકંપ

Vishal Khamar

Last Updated: 09:44 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની રાજધાની પટણામાં આરોપીઓ બેખોફ બન્યા છે. હવે પટણામાં આરોપીઓએ એકસાથે ચાર લોકોને ગોળી મારી દીધી છે. ઘટના રાતના લગભગ એક વાગ્યે બની હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે.

  • પટણામાં ચેઈન સ્નેચિંગ દરમિયાન મહિલા સહિત ચારને ગોળી મારી
  • રાતના એક વાગ્યા દરમિયાન ઘટના ઘટી
  • હોસ્ટેલ સંચાલિકા સહિત ચાર લોકો ઘાયલ

 બિહારની રાજધાની પટણામાં આરોપીઓ બેખોફ બન્યા છે. હવે પટણામાં આરોપીઓએ એકસાથે ચાર લોકોને ગોળી મારી દીધી છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં ઊર્જા સ્ટેડિયમ પાસે એક મહિલાને ચેઇન સ્નેચિંગ દરમિયાન ગોળી મારી હતી. ઘટના રાતના લગભગ એક વાગ્યે બની હતી. હોસ્ટેલ સંચાલિકા સહિત ચાર લોકો ઘાયલ થયા છે. 
જેમને ઇલાજ માટે હોસ્પિટલમાં એડ‌િમટ કરાયા છે. 

હાજર લોકોએ હોવાળો કરવાનું શરૂ કરી દીધું
એવું જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્ટેલ સંચાલિકા સહિત ચાર લોકો સ્કૂટી અને બુલેટ પર સવાર થઇ ઘર તરફ જઇ રહ્યા હતા. હજુ તેઓ ઊર્જા સ્ટેડિયમ પાસે પહોંચ્યા હતા ત્યારે ત્રણ આરોપીઓએ તેમને ઘેરી લીધા અને હોસ્ટેલ સંચાલિકાની ચેઇન માગવા લાગ્યા. હોસ્ટેલ સંચાલિકા ચેઇન આપી પણ રહી હતી, પરંતુ ત્યાં હાજર લોકોએ હલ્લો મચાવવાનું શરૂ કરી દીધું. 
ત્રણ બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગમાં હોસ્ટેલ સંચાલિકા સહિત ચાર લોકોને ગોળી મારી દીધી. તમામ ઘાયલોને તાત્કાલિક આઇજીઆઇએમએસ લઇ જવાયા હતા, જ્યાં મોડી રાતે તમામનાં ઓપરેશન કરાયાં હતાં. આ ઘટના બાદ પટણામાં હડકંપ મચ્યો હતો. પોલીસે અપરાધીઓની તલાશ શરૂ કરી દીધી છે. 

પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે
આ બનાવ બાદ મોડી રાતે ઘટનાસ્થળ પર પોલીસ ટીમ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ શોધી રહી હતી. ઉલ્લેખનીય છે કે જે મહિલાનું ચેઇન સ્નેચિંગ થઇ રહ્યું હતું તે બોરિંગ રોડ પર એક હોસ્ટેલનું સંચાલન કરી રહી હતી. હાલમાં ચાર વ્યક્તિની હાલત ગંભીર છે.  પોલીસે એક આરોપીની ઓળખ કરી લીધી છે, જેને પકડવાનો હજુ બાકી છે. 
શાસ્ત્રીનગર વિસ્તારમાં એક પખવાડિયાની અંદર આ બીજી મોટી ઘટના છે. આ પહેલાં એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ગઇ કાલે રાતે ચાર લોકોએ લૂંટ દરમિયાન ગોળી મારી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ