બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / former indian cricketer Praveen Kumar major car accident in meerut

દુર્ઘટના / ટીમ ઈન્ડિયાના પૂર્વ ધાકડ ખેલાડીની કારનો ગમખ્વાર અકસ્માત, દીકરો પણ કારમાં જ હતો સવાર, જાણો હવે કેવી છે તબિયત

Arohi

Last Updated: 11:01 AM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Praveen Kumar Accident: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમાર પોતાના દિકરા સાથે કાર દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા છે. તેમની કારની એક ટક્કર એક પુરપાટ ઝડપે આવતા ટેન્કર સાથે થઈ હતી.

  • પ્રવીણ કુમારની કારને નડ્યો અકસ્માત
  • ટેન્કર સાથે અથડાઈ પ્રવીણ કુમારની કાર 
  • દીકરો પણ કારમાં જ હતો સવાર

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી પ્રવીણ કુમાર મંગળવારે મેરઠ સિટીમાં પોતાની કારથી જતી વખતે દુર્ઘટનાનો શિકાર થયા છે. તેમની કારને એક પુરપાટ ઝડપે આવતી ટેન્કરે ટક્કર મારી છે. પ્રવીણની સાથે કારમાં તે સમયે તેમના દિકરા પણ હતા અને બન્ને આ દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા છે. પોલીસે આ મામલામાં તરત એક્શન લેતા આરોપી ટેન્કર ચાલકને ઘટનાસ્થળથી પકડી પાડ્યો છે. 

પ્રવીણ કુમાર 4 જુલાઈની રાત્રે લગભગ 10 વાગ્યે પોતાની લેન્ડ રોવર ડિફેન્ડર ગાડીથી મેરઠમાં પાંડવ નગરની તરફ આવી રહ્યા હતા. ત્યાર બાદ ગાડી જ્યારે કમિશ્નર આવાસની પાસે પહોંચી તો તે સમયે ટેન્કરથી તેમની ગાડીની ટક્કર થઈ ગઈ. તેના બાદ ગાડી ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. ત્યાં જ પ્રવીણ અને તેમના દિકરા આ દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યા છે. 

પ્રવીણ કુમાર સુરક્ષિત 
દુર્ઘટના થયા બાદ ત્યાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર તરત પહોંચવાની સાથે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે. આ ઘટનાને લઈને સીઓએ જણાવ્યું કે પ્રવીણ કુમાર અને દિકરો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જણાવી દઈએ કે પ્રવીણ કુમારનું ઘર મેરઠ સિટિના બાગપત રોડ સ્થિત મુલતાન નગરમાં છે. 

વર્ષ 2012માં ભારતીય ટીમ માટે રમી હતી છેલ્લી મેચ 
પ્રવીણ કુમારના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને વાત કરવામાં આવે તો તે એક સમયે ટીમ ઈન્ડિયા માટે લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં પ્રમુખ બોલરની ભુમિકા નિભાવતા હતા. વર્ષ 2008માં ભારતીય ટીમે જ્યારે ઓસ્ટ્રેલિયામાં સીબી સીરિઝ જીતી હતી. તો તેમાં પણ પ્રવીણ કુમારે મહત્વની ભુમિકા નિભાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ