બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Former Collector S.K. Langa blow: Court cancels anticipatory conditional bail

કાર્યવાહી / પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાને ઝટકો: કોર્ટે આગોતરા શરતી જામીન કર્યા રદ્દ, જાણો શું છે સમગ્ર કેસ

Vishal Khamar

Last Updated: 08:36 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલનાં ગોધરા ખાતે ભ્રષ્ટ્રાચારનાં આરોપ મુદ્દે પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસ.કે. લાંગાએ ગોધરા સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા કોર્ટે તેઓના શરતી જામીન મંજૂર કર્યા હતા. પરંતું તે બાદ તેઓ દ્વારા શરતભંગ કરતા પોલીસે કોર્ટે સમક્ષ રજૂઆત કરતા કોર્ટે એસ.કે.લાંગાનાં શરતી જામીન રદ્દ કર્યા છે.

  • ગોધરા સેશન્સ કોર્ટે પૂર્વ કલેક્ટરનાં શરતી આગોતરા જામીન રદ્દ કર્યા
  • પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા પર ભ્રષ્ટ્રાચારનાં આરોપ મુદ્દે નોંધાયો હતો ગુનો
  • ગુનો નોંધાતા એસ.કે.લાંગાનાં કોર્ટે શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા

પંચમહાલનાં ગોધરા ખાતે ફરજ દરમ્યાન તત્કાલિન એસ.કે.લાંગાએ બોગસ ખેડૂતો ઉભા કરી કરોડોનો ભ્રષ્ટ્રાચાર આચર્યો હતો. જે અંગે ગોધરા બી ડીવિઝન પોલીસ મથકમાં તત્કાલિન કલેક્ટર સામે ગુનો નોધાયો હતો. જે બાદ લાંગા દ્વારા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે બાદ કોર્ટે તેઓનાં શરતી જામીન મંજૂર કર્યા હતા. પરંતું તેઓ નિયમિત પોલીસ મથકમાં હાજર ન રહી શરતભંગ કરતા ગોધરા સેશન્સ કોર્ટે લાંગાનાં આગોતરા શરતી જામીન નામંજૂર કર્યા હતા.

આગોતરા જામીનની શરત ભંગ થતા કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા
આ બાબતે તપાસ અધિકારી એસ.બી કુંબાવતે જણાવ્યું હતું કે, ગત એપ્રિલ 2022 માં તત્કાલિન કલેક્ટર એસ.કે.લાંગા વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાં સંદર્ભે નામદાર કોર્ટ દ્વારા તેઓનાં આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આગોતરા જામીનની એક 8 નંબરની શરત હતી.  જેમાં ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર માસની એક થી પાંચ તારીખે તેમણે ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની હતી. 
એસ.કે.લાંગા દ્વારા જૂન 2023 સુધી પોલીસ મથકમાં હાજરી પુરાવી ન હતી
પાંચમા મહિનામાં તેઓને આગોતરા જામીન મળ્યા હતા. જે બાદ તેઓએ છઠ્ઠા મહિનામાં હાજરી નથી પુરાવેલી. જે બાદ સાતમાં મહિનામાં 2022 માં હાજરી પુરાવેલ હતી. જે બાદ તત્કાલિન કલેક્ટર એસ.કે. લાંગા દ્વારા જૂન 2023 સુધી હાજરી પુરાવી ન હતી. ત્યારે છઠ્ઠા મહિનામાં 00.30 વાગ્યે અને સાતમાં મહિનામાં 11.45 વાગ્યે એમ બે દિવસ હાજરી પુરાવેલી. જે અનુસંધાને અમે નામદર સેશન્સ કોર્ટમાં તેમનાં આગોતરા જામીન રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરી હતી. જેમાં સામ સામે દલિલો થઈ હતી તેમજ અમે પુરાવા પણ રજૂ કર્યા હતા. જે આધારે નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એસ.કે.લાંગાનાં  જે આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તે કેન્સલ કરવામાં આવ્યા છે.

એસ. બી. કુંપાવત (ડીવાયએસપી)

એસ.પી. નાં ઈન્સ્પેક્શન દરમ્યાન બેદરકારી સામે આવતા શિક્ષાત્મક કાર્યવાહી માટે રિપોર્ટ કરાયો
જે તે વખતે તેઓની હાજરી પુરવામાં આવી હતી. તે રજીસ્ટ્રરમાં નહી પુરી એક કાગળ પર હાજરી પુરવામાં આવી હતી.જે પોલીસ અધિક્ષકનાં ઈન્સ્પેક્શન દરમ્યાન તેઓનાં ધ્યાને આવતા પોલીસ અધિક્ષક દ્વારા આ બાબતે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા.જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ તપાસમાં બે ડીવાયએસપી, એક પીઆઈ તેમજ પીએસઓ વિરૂદ્ધમાં પ્રાથમિક તપાસ આપી તમામ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ