બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Forecast of non-seasonal rains again in Gujarat Forecast of non-seasonal rains again in Gujarat

હવામાન વિભાગ / ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી : જાણો કયા શહેરોમાં ક્યારે વરસશે મેઘ

Kiran

Last Updated: 09:13 AM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહીસાગરમાં સહિતના પંથકમાં થઈ શકે છે વરસાદ


રાજ્યમાં વાવાઝોડા બાદ આ વખતે વહેલું ચોમાચું બેસે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 થી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહીસાગરમાં સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આગાહી બાદ ખેડૂતો વધુ ચિંતિત બન્યા 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવા વરસાદની શક્યાતા સેવવામાં આવી રહી છે, વાવાવરણાં ભેજનું પ્રમાણ વધતા ઉકરાટ અનુભવવો પડશે તેવું હવામાન વિભાગે જણઆવ્યું છે. આગામી સમયમાં ધીમે ધારે વરસાદ પણ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે, રાજ્યમાં વાવાઝોડું ખાબક્યા બાદ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો ભારે પવન અને વરસાદ બાદ ખેડૂતોના બાગાયતી પાક અને સિઝનલ પાકને નુક્સાન થયું હતું તે બાદ હવે ફરીથી વરસાદની આગાહી બાદ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. 

સૌરાષ્ટ્રમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી

વાવાઝોડા બાદ સતત વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે, તાપમાન આગામી દિવસોમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને રાજ્યમાં 1લી જૂનથી પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળશે અને બપોરના સમયે દક્ષિણ-પશ્ચિમી પવન વહેતા અસહ્ય બફારો પણ થશે. રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદ દસ્તક આપશે. જેથી આગામી 15 જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ પડશે
 

સંકળાયેલા મુદ્દાઓ

Forecasts Non Season Rain Rain gujarat કમોસમી વરસાદ ગુજરાત વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગ non-seasonal rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ