બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Follow these tips to keep your car safe in the bitter cold

કાર ટીપ્સ / કડકડતી ઠંડીમાં કારને સુરક્ષિત રાખવા અપનાવો આ ટિપ્સ, નહીં પડે કોઇ જ મુશ્કેલી

Kishor

Last Updated: 10:56 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુ પહેલા જ કારમાં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ અપનાવી લેવી જોઈએ. જેથી ઠંડી દરમિયાન સમસ્યાનો સામનો ન કરવો પડે!

  • હવે શિયાળાની ઋતુનું ધીમે પગલે આગમન
  • હવામાન બદલાઈ તે  પહેલા તમારે તમારી કારને તપાસી લેવી
  • શિયાળામાં કારનું એન્જીન, બેટરી ખાસ તપાસો

સમગ્ર દેશમાં હવે શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ શિયાળાની ઋતુમાં વાહન ચલાવનાર લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. શિયાળામાં અકસ્માતના બનાવો પણ વધારે જોવા મળે છે. ત્યારે આ શિયાળાની ઋતુ પહેલા જ આપણે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ અપનાવી લેવી જોઈએ. જેથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.શિયાળામાં કારની બરાબર રીતે જાળવણી કરવા માટે કેટલીક ખાસ સરળ ટિપ્સ અપનાવી જોઈએ. ત્યારે હવામાન બદલાઈ તે  પહેલા તમારે તમારી કારને તપાસી લેવી જોઈએ. અથવા તો તેને ગેરેજમાં લઈ જવી જોઈએ. જેથી શિયાળામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. કારના દરેક ભાગને બરાબર રીતે ચકાસી લેવો જોઈએ.

આ દિવાળી ઘરે લઈ આવો બજેટ ફ્રેન્ડલી કાર, 5 લાખની અંદર મળી જશે બેસ્ટ માઈલેજ  આપતી આ 5 ગાડીઓ | car best cars under five lakh budget

એન્જીન
જો તમે શિયાળામાં કોઈ જગ્યાએ ફરવા જાવ છો.. તો સૌથી પહેલા તમારે એન્જીનને તપાસી લેવું જોઈએ. ખાસ કરીને ઠંડીના દિવસોમાં આ ખુબ જ જરૂરી છે.. પોતાની કારને ગરમ કરવાથી એ સુનિશ્ચિત થાય છે કારની અંદર રહેલાએ એન્જીન ઓયલે તમામ પાર્ટને કવર કરી લીધા છે. જેથી બાદમાં કોઈ ખતરો ન રહે. શિયાળામાં એન્જીન ઓઈલ જાડુ થઈ જાય છે. જેથી કાર ચલાવતા પહેલા 3થી 5 મિનિટ સુધી વોર્મ-અપ કર્યા બાદ કાર ડ્રાઈવ કરવી સારૂ માનવામાં આવે છે.

બેટરી
ગરમીએ બેટરીનો દુશ્મન છે. જેથી શિયાળામાં બેટરીને કોઈ નુકસાન પહોંચતુ નથી.. પણ તેની અસર અલગ જોવા મળે છે.. જો તમારી કારની બેટરી ચાર્જ ઓછી હોય અથવા તો ડેડ હોય તો શિયાળામાં બેટરી બગડવાની વધારે શક્યતા હોય છે.. બેટરીની અંદર ડિસ્ટિલ વોટર હોય છે જે અંદર થનારી રાસાયણિક પ્રતિક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.. એવામાં જો આ ડિસ્ટિલ વોટર જમા થઈ જાય તો બેટરીને નુકસાન થઈ શકે છે.. એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ.. 

ટાયર
ઠંડીની ઋતુમાં ટાયર પર સૌથી વધુ અસર પડે છે.. કારણ કે હવા જ્યારે ગરમ હોય ત્યારે તે ફેલાઈ છે અને જ્યારે હવા ઠંડી હોય તો ટાયર સંકોચાય જાય છે.. આ પ્રભાવ તમને ટાયરના અંદરની ટાયરના દબાવના રૂપમાં જોવા મળે છે.. ગરમી દરમિયાન તમારી કારમાં ટાયરનો દબાવ વધી જાય છે.. જ્યારે ઠંડીમાં ટાયરનો દબાવ ઓછો થઈ જાય છે.. જેથી ટાયરનું પ્રેશર ચેક કરાવવું ખુબ જરૂરી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ