બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Floor Test nitish kumar got 129 votes, opposition walked out

બિહાર રાજકારણ / ફ્લોર ટેસ્ટમાં નીતીશ સરકાર પાસ, પક્ષને 129 વોટ મળ્યાં, વિપક્ષમાં શૂન્ય

Vaidehi

Last Updated: 05:37 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર દ્વારા રાખવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવમાં નીતીશ સરકારનાં પક્ષમાં 129 વોટ પડ્યાં છે.

  • ફ્લોર ટેસ્ટમાં નીતીશ સરકાર પાસ
  • નીતીશ સરકારનાં પક્ષમાં 129 વોટ પડ્યાં
  • સ્પીકર હટાવવાનાં પ્રસ્તાવ પર 125 વોટ મળ્યાં

ફ્લોર ટેસ્ટથી પહેલાં વિપક્ષે સદનથી વૉકઆઉટ કર્યું જે દરમિયાન નીતીશ કુમારે વિપક્ષને અપીલ કરી કે તેઓ ફ્લોર ટેસ્ટમાં જોડાય જેથી ખબર પડી શકે કે કોની પાસે કેટલી શક્તિ છે. જો કે એ બાદ વિધાનસભામાં નીતીશ કુમારની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર સરકારે ફ્લોર ટેસ્ટની પહેલાં જ NDA ગઠબંધન સરકારનું બહુમત સાબિત થઈ ગયું હતું. RJD કોટાથી સ્પીકર બનેલ અવધ બિહારી ચૌધરીને હટાવવાનાં પ્રસ્તાવ પર વોટિંગમાં 125 ધારાસભ્યોએ સરકારનાં સમર્થનમાં વોટ કર્યું જ્યારે વિપક્ષની સાથે 112 ધારાસભ્યો રહ્યાં. જો કે એ બાદ વિશ્વાસ મત પ્રસ્તાવમાં નીતીશ કુમાર સરકારને 129 વોટ મળ્યાં જે બાદ તેમને સરકાર પણ પાસ થઈ ગઈ.

વોટિંગથી પહેલાં વિપક્ષનું વોકઆઉટ
નીતીશ કુમારની સરકારનાં વિશ્વાસ મત પર વોટિંગથી પહેલાં વિપક્ષે સદનનો બહિષ્કાર કરી દીધો. આ બાદ CM નીતીશનાં કહેવા પર ઉપાધ્યક્ષ મહેશ્વર હજારીએ પક્ષમાં ધારાસભ્યોને ઊભા થવા કહ્યું અને તેમની ગણતરી કરી. સરકારનાં સમર્થનમાં 129 વોટ પડ્યાં. સ્પીકરને હટાવવા સમયે સરકારનાં પક્ષમાં 125 વોટ જ પડ્યાં હતાં. વિશ્વાસ મત પર વોટિંગ દરમિયાન વધુ 4 વોટ સરકારનાં પક્ષમાં વધી ગયાં. વિપક્ષમાં શૂન્ય વોટ રહ્યો.

આપણે સૌના હિતમાં કામ કરશું- નીતીશ
બિહાર વિધાનસભામાં નીતીશ કુમાર દ્વારા રાખવામાં આવેલ વિશ્વાસ મત પ્રસ્તાવ પર વોટિંગ પહેલાં ચર્ચા ચાલી રહી હતી. સદનનું સંબોધન કરતાં મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે આપણે સૌના હિતમાં કામ કરશું. વિપક્ષને ટારગેટ કરતાં તેમણે કહ્યું કે અમારાથી પહેલાં તેમના માતા-પિતાને 15 વર્ષો સુધી કામ કરવાનો મોકો મળ્યો..તેમણે શું કર્યું? અમે હિંદૂ-મુસ્લિમનાં ઝઘડાં બંધ કરાવ્યાં. સાંજે લોકો બહાર નિકળવાથી ડરતાં હતાં. અમને 2005થી કામ કરવાનો મોકો મળ્યો અને અમે લોકો સતત કામ કરી રહ્યાં છીએ.

વધુ વાંચો:  PM મોદી બદલશે લોકસભા બેઠક? વારાણસીને બદલે અહીંથી લડે તેવી ચર્ચા, જાણો કેમ થઈ શકે ફેરફાર

લાલૂ-રાબડીની સરકારમાં કોઈ માણસ ઘરની બહાર નહોતું નીકળતું- નીતીશ
મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મેં સદનમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રાખ્યો જેના પર વિવિધ પાર્ટીઓનાં નેતાઓએ પોતાની વાત રાખી. જેટલા લોકોએ પોતાની વાત રાખી છે તેમનો હું આભાર માનું છું. નીતીશ કુમારે કહ્યું કે બિહારમાં 15 વર્ષો સુધી લાલૂ-રાબડીની સરકાર હતી તો સાંજે કોઈ પણ માણસ ઘરની બહાર નહોતું નીકળી શકતું.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Floor Test Nitish Kumar નીતીશ કુમાર ફ્લોર ટેસ્ટ બિહાર Bihar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ