બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / lok sabha elections 2024 pm modi can contest from jaipur city seat of rajasthan

2024 લોકસભા / PM મોદી બદલશે લોકસભા બેઠક? વારાણસીને બદલે અહીંથી લડે તેવી ચર્ચા, જાણો કેમ થઈ શકે ફેરફાર

Hiralal

Last Updated: 04:08 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં તેમની વારાણસી બેઠક બદલી શકે છે અને તેને બદલે રાજસ્થાનમાંથી ચૂંટણી લડી શકે છે.

  • PM મોદી 2024માં બદલી શકે છે લોકસભા બેઠક
  • રાજસ્થાનમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે
  • ભાજપ જયપુર બેઠક પર ઉતારે તેવી શક્યતા

ત્રણ મહિના પછી દેશમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વારાણસીની બેઠક બદલી શકે છે તેની રાજનીતિમાં ચર્ચા ચાલી રહી છે. 
એવા સમાચાર છે કે વડાપ્રધાન મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનથી ચૂંટણી લડી શકે છે. પીએમ મોદીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશના વારાણસીથી જીતી હતી.

ભાજપ જયપુર બેઠક પરથી ઉતારી શકે 
રાજસ્થાનના રાજકારણમાં એવી ચર્ચા છે કે આ વખતે ભાજપ રાજસ્થાનની જયપુર શહેર સંસદીય બેઠક પરથી પીએમ મોદીને મેદાનમાં ઉતારી શકે છે. જો કે, આ અંગે પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. હાલ રાજસ્થાનમાં ભાજપના ભજનલાલ શર્મા સત્તા પર છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં 115 બેઠકો જીત્યા બાદ પીએમ મોદીના નજીકના ભજન લાલ શર્માને સીએમ અને દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવાયા હતા. સીએમ ભજનલાલ શર્મા અને બે ડેપ્યુટીઓને શપથ લેવડાવવા પીએમ મોદી પોતે જયપુર આવ્યા હતા. આ પછી પીએમ મોદી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સમાં ભાગ લેવા જયપુર આવ્યા અને પછી 25 જાન્યુઆરીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે. 

ભજનલાલ સરકાર બાદ જયપુરમાં વધી પીએમ મોદીની સક્રિયતા 
ભજનલાલ શર્માની સરકાર બન્યા બાદ પીએમ મોદીની જયપુરમાં વધી રહેલી સક્રિયતાને પણ તેમના જયપુરથી ચૂંટણી લડવાની શક્યતાઓ સાથે જોડવામાં આવી રહી છે. રાજસ્થાનમાં ભાજપની 25 બેઠકો છે અને 2014 તથા 2019ની ચૂંટણીમાં ભાજપે બધી બેઠકો જીતી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીં 25માંથી 20 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપ પાસે 4 અને અપક્ષ પાસે 1 બેઠક હતી. 2009 બાદ રાજસ્થાનની સીટો પર ભાજપનું શાસન છે. 2024માં, ભાજપ હેટ્રિક ફટકારવાના ઉદ્દેશ્ય સાથે રાજસ્થાનમાં ચૂંટણી લડશે.

જયપુર બેઠક પર કોણ છે સાંસદ 
જયપુર સંસદીય બેઠકનો ઇતિહાસ જયપુર સંસદીય સીટ જ્યાં પીએમ નરેન્દ્ર મોદી વર્ષ 2024માં ચૂંટણી લડશે તેવી ચર્ચા છે, તે મોટા ભાગના સમયથી ભાજપ પાસે છે. ભાજપના રામચરણ બોહરા 2014થી સાંસદ છે. આ પહેલા ભાજપના ગિરધારી લાલ ભાર્ગવ 1989 થી 2004 સુધી જીત નોંધાવતા રહ્યા. 1952 અને 2009માં જયપુરમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ