બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / first day of Shravan month crowd of devotees in Somnath Mahadev temple

શિવ પૂજા / શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા

Kishor

Last Updated: 07:47 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસના પ્રારંભને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતઆખું શિવમય બન્યું છે. ભક્તોએ વહેલી સવારથી જ શિવાલયોમાં જઇ ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી.

  • રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર બન્યું શિવમય
  • રાજકોટમાં મહાદેવના મંદિરે ભક્તોની ભીડ
  • રામનાથ, જાગનાથ મંદિરે પણ શિવભક્તિમાં ભક્તો લીન

દેવાધી દેવ મહાદેવની પૂજા-અર્ચનાના પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂં મહત્વ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુજી ઉઠ્યા હતા. ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા કરી હતી.

 

પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું સોમનાથ શ્રાવણ માસમાં શિવમય
શિવ આરાઘના અને શિવને રિઝવવાનો માસ એટલે શ્રાવણ માસ. ત્યારે આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે. હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું અનેરૂં મહત્વ સમજાવવામાં આવ્યું છે.  શ્રાવણ માસમાં દેવાધી દેવ મહાદેવની પૂજા-અર્ચનાના મહત્વ વધુ હોવાથી પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ શ્રાવણ માસ દરમિયાન શિવમય બની જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચે છે. આ વખતે પણ સોમનાથમાં દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બે વર્ષથી કોરોના કાળને કારણે દર્શનાર્થીઓની જૂજ સંખ્યા સોમનાથમાં જોવા મળતી હતી. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતાને ધ્યાને લઇને સોમનાથ મંદિર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગરના અતિ પ્રાચીન તખ્તેશ્વર મહાદેવ મંદિરે ભારે ભીડ
વધુમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પણ પવિત્ર શ્રાવણ માસને પગલે લોક ભગવાન શિવની આરાધનામાં મગ્ન જોવા મળ્યા હતા. ભાવનગર શહેરના અતિ પ્રાચીન એવા તખ્તેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો પૂજા અર્ચના કરવા આવ્યા હતા. ભાવનગરમાં રાજવીઓના સમયમાં બનેલા આ તખ્તેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવ  મંદિરોને ખુબ જ સારી રીતે શણગારવામાં આવે છે. અને મહાદેવના ભક્તો એક મહિનો પૂજા અર્ચના કરે છે.

દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા
ઉપરાંત જૂનાગઠના તમામ શિવાલીયો હર હર મહાદેવના નાદથી ગુજી ઊઠ્યા છે. ભક્તો ભગવાન ભોળેનાથની ભક્તિમા લીન થયા છે. વહેલી સવારથી જામનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર શિવાલયોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને છોટી કાશી જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક એવા સિધ્ધનાથ મહાદેવ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભગવાન ભોલેનાથને રિઝવવા સવારથી જ ભક્તોએ કતારો લાગાવી હતી.ભક્તો દ્વારા દૂધ,જળાભિષેક અને બીલીપત્ર વડે ભગવાન શિવની પૂજા કરવામા આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ