બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Finlands PM Sana Marin has divorced her husband

નિર્ણય / દુનિયાની સૌથી ખૂબસુરત પ્રધાનમંત્રીના થયા છૂટાછેડા, પ્રાઈવેટ વીડિયો થયો હતો લીક

Kishor

Last Updated: 11:46 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિનલેન્ડના પીએમ સના મારિન તેના પતિ સાથે છુટાછેડા થયા છે. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે

  • ફિનલેન્ડની સૌથી નાની ઉંમર વડાપ્રધાન સના મારિન
  • સના મારિનના તેના પતિ સાથે છુટાછેડા 
  • ઇન્ટગ્રામ દ્વારા આ મામલે કરી હતી જાહેરાત

ફિનલેન્ડની સૌથી નાની ઉંમર એટલે કે માત્ર 34 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનેલા સના મારિનનાં તેના પતિ સાથે છુટાછેડા થયા છે.. બીજી તરફ ચૂંટણીમાં હાર બાદ સના સપ્ટેમ્બર મહિનામાં પીએમ પદ પણ છોડવાની છે.મહત્વનું છે કે સના તથા તેના પતિ માર્ક્સ રાયકોનેને ઇન્ટગ્રામ દ્વારા આ મામલે જાહેરાત કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે 19 સાલ સાથે રહેવા બદલ આભારી છીએ. મહત્વનું છે કે બનેને એક દીકરી પણ છે.

મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો
માર્ક્સ રાયકો અને પીએમ સના 2020માં લગ્ન ગ્રંથિથી જોડાયાએ હતા. આ દરમિયાન તેઓએ ઇન્ટગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.ફિનલેન્ડના રાજકીય ઈતિહાસમાં સના મારિનને સૌથી નાની ઉંમરે પીએમ બનવાનું સૌભાગ્ય સાંપડયું છે.જોકે ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ ગત મહિના ચૂંટણીમાં હારનો સામનો કરવાની નોબત આવી હતી. એ પણ મહત્વનું છે કે સુસની ધમકી વચ્ચે પણ પીએમએ નાટોમા સહભાગી થવાનો નિણર્ય કર્યો હતો. સના મારીને પીએમ એન્ટી રિનેને વિશ્વાસમતમાં હરાવ્યા હતા. મારિનનો જન્મ 16 નવેમ્બર,1985માં ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ-2015માં તેણી સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી. 

અગાઉ થયો હતો વીડિયો વાયરલ

ગત ઓગષ્ટ માસમાં ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિનનો પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાના મિત્રો સાથે ડાન્સ કરતી જોવા મળી રહી હતી. આ વીડિયો વાયરલ થયા બાદથી ફિનલેન્ડની વિપક્ષી પાર્ટીઓએ તેમના પર આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું હતું.જેના કારણે બાદમાં વિવાદ સર્જાયા બાદ તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. વિપક્ષી નેતાઓએ માંગ કરી હતી કે પીએમ સના મારિને પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ