Find out what happened when 42 delivery boys arrived to deliver a food parcel to a girl.
OMG /
જાણો એવું તો શું બન્યું કે એક છોકરીને ફૂડ પાર્સલ આપવા માટે ધડાધડ 42 ડિલિવરી બોય આવી પહોંચ્યા
Team VTV08:56 PM, 03 Dec 20
| Updated: 09:00 PM, 03 Dec 20
ફિલિપાઇન્સમાં એક કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અહીં એક 7 વર્ષની છોકરીએ ઓનલાઇન જમવાનું મંગાવ્યું હતું અને તેની દાદી સાથે બેસીને ડિલિવરી બોયની રાહ જોઈ રહી હતી, થોડા સમય પછી એક ડિલિવરી બોય આવી પહોંચ્યો હતો, તેની અમુક જ મિનિટમાં બીજો ડિલિવરી બોય આવી પહોંચ્યો હતો, અને એમ કરીને જોત જોતામાં 42 ડિલિવરી બોય જમવાનું લઈને આવી પહોંચ્યા હતા.
ફિલિપાઇન્સમાં નોંધાયો વિચિત્ર કિસ્સો
એક ઓનલાઈન ઓર્ડર પર 42 ડિલિવરી બોય પહોંચ્યા
સોશિયાળ મીડિયામાં વાયરલ થઈ આ ઘટના
ફિલિપાઇન્સ માં એક કિસ્સો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા પામી રહ્યો છે, અહી એક છોકરીએ ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ્લિકેશન પર ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે ત્યાં ડિલિવરી બોય નું ટોળું જામી ગયું ત્યારે પહેલા લોકોને શંકા થઈ કે યુવતીએ ભૂલથી તે કર્યું નથી, પરંતુ એપ્લિકેશનમાં તકનીકી ખામી હોવાને કારણે આવું થયું છે.
એપ્લિકેશનની ગડબડના લીધે આ ઘટના થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર ફિલિપાઇન્સ ના સેબુ સિટીની શાળામાં રહેતી એક યુવતીએ ફૂડપાંડા એપથી બપોરના ભોજન માટે ચિકન કટલેટ મંગાવ્યા હતા, ત્યારે તેના માતાપિતા ઘરે ન હતા અને ઓર્ડર પછી તે તેની દાદી સાથે ડિલિવરી બોય ની રાહ જોઈ રહી હતી, થોડીવારે એક ડિલિવરી બોય આવ્યો અને પછી જોતજોતામાં એક પછી એક એમ કુલ 42 ડિલિવરી બોય આવી પહોંચ્યા હતા, એપ્લિકેશનની ટેકનિકલ ખામીના લીધે આ ઘટના સર્જાઇ હતી.
થોડા સમય સુધી મોહલ્લાના લોકો આ ઘટનાને સમજી શક્યા નહોતા જેના લીધે તેઓ બધા તેમના ઘરોથી બહાર નીકળવા લાગ્યા જેના લીધે અન્ય જોવા ભેગા થનારા લોકોનું પણ ટોળું જમા થઈ ગયું હતું.
પાડોશીએ આ મામલો સોશિયલ મીડિયા પર શેર કર્યો
તે જ શેરીમાં રહેતા એક સ્થાનિક છોકરાએ પણ આ બધી વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફૂડ એપમાં થયેલી તકનીકી ખામીને કારણે આ ગડબડ થઈ હતી અને 42 ડિલિવરી બોય તેના ઘરે પહોંચ્યા હતા, જો કે કંપનીએ કહ્યું કે છોકરીના ઘરે ઇન્ટરનેટ ધીમું હતું અને આને લીધે એપ્લિકેશન બરાબર કામ કરતી નથી અને એક પછી એક 42 ઓર્ડર મળ્યા છે.