બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્પોર્ટસ / Find out the release date of Desi Action Game, when will the first episode come and other necessary information

FAU-G Game / દેશી એક્શન ગેમની જાણો રીલીઝ ડેટ,ક્યારે આવશે પહેલો એપિસોડ અને અન્ય જરૂરી માહિતીઓ

Nirav

Last Updated: 03:47 PM, 10 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FAU-G Game Release Date in India: ભારતીય કંપની nCore Games લાવી રહી છે દેશી એક્શન ગેમ, જાણો તેની રીલીઝ ડેટ વિશે, અને તેની અન્ય માહિતી જે ખુબ જ મહત્વપૂર્ણ છે.

  • શું PUBG ને રિપ્લેસ કરશે દેશી વર્ઝન FAU-G? 
  • જાણો ક્યારે આવશે FAU-G ગેમનો પ્રથમ એપિસોડ 
  • ભારતીય કંપની ncore games ડેવલપ કરી રહી છે આ ગેમ   

દેશમાં સરકાર દ્વારા હાલમાં ઘણી બધી ચાઇનીઝ એપ્સને બેન કરવામાં આવી છે, આ એપ્સમાં ઘણી ગેમ્સ પણ સામેલ છે, જે યુવાનો અને ટીનેજર્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હવે આ લિસ્ટમાં દેશની એક અન્ય ફેમસ ગેમ PUBG નું પણ નામ સામેલ થઈ ગયું છે.

 
 
PUBG પર પ્રતિબંધ લાગ્યા બાદ હાલમાં ભારતીય કંપની ncore gamesની FAU-G ગેમનું નામ ઘણું ચર્ચાઈ રહ્યું છે. બેટલ રોયલ ગેમ્સ રમવાવાળા પ્લેયર્સ માટે આ ભારતીય કંપની એક નવી એક્શન ગેમ લાવવામાં છે જેના પર છેલ્લા ઘણા મહિનાઓથી કામકાજ ચાલી રહ્યું છે. 

FAU-G ગેમ શું છે અને તેનો અર્થ શું છે? 

ઘણા લોકોને આ પ્રશ્ન મૂંઝવતો હશે કે આખરે આ FAU-G નામનો મતલબ શું છે? તો જણાવી દઈએ કે નામ એક ટૂંકાક્ષરી નામ છે અને તેનું ફૂલ ફોર્મ Fearless And United : Guards છે  PUBG પ્રતિબંધ લાગ્યા બાદ આ ગેમ તેનો વિકલ્પ બનશે તેવી વાતો હવામાં હતી જો કે ઇન્ડિયન એક્સ્પ્રેસના હવાલેથી મળતી બાતમી અનુસાર આ ગેમ PUBG સાથે પ્રતિસ્પર્ધા નહી કરે. 

ક્યારે થશે રીલીઝ? 

આ સવાલ દરેક ગેમ રસિયાના દિમાગમાં ઘૂમરાઈ રહ્યો છે કે આખરે કયારે આ ગેમ તેમના મોબાઈલના સ્ક્રીન પર દસ્તક દેશે? જો કે આ ગેમને બનાવનાર કંપની ncore games ના કો ફાઉન્ડર વિશાલ ગોન્ડાલના આનુસાર આ એક્શન ગેમ હાલમાં પાઈપ લાઈનમાં છે,અને કંપની ઓક્ટોબરમાં તેને રીલીઝ કરશે. 

ક્યારથી ચાલી રહ્યું છે આ ગેમ પર કામ? 

વિશાલ ગોંડાલે એમ પણ જણાવ્યું હતું કે ટીમ આ ગેમ પર મે જૂન 2020થી કામ કરી રહી છે, જો કે આ વાતથી મોટાભાગના લોકો પરિચિત છે કે આ જેમ ઓકટોબર મહિનામાં રીલીઝ થવા જઈ રહી છે જો કે તેને લગતી કોઈ ચોક્કસ તારીખનું એલાન થવાનું હજી બાકી છે. 

FAU-G ગેમનો ફર્સ્ટ એપિસોડ

વિશાલ ગોંડાલે સાથે જ કહ્યું હતું કે આ ગેમનો પ્રથમ એપિસોડ હાલમાં ભારત અને ચીન વચ્ચે જ્યાં ટકરાવ થયો તે ગલ્વાન ઘટી પર આધારિત હશે. આ ગેમનો એક હેતુ લોકોને મનોરંજનની સાથે જ તેમણે ભારતના વીર જવાનોના બલિદાનથી પણ અવગત કરાવવાનો છે. 

આ ગેમને બોલીવૂડનો પ્રસિદ્ધ એકટર અક્ષય કુમાર સપોર્ટ કરી રહ્યો છે. આ ગેમથી થનારી ટોટલ કમાણીનો 20 ટકા ભાગ ભારત કે વીર ટ્રસ્ટને જશે જેનાથી સૈનિકોના પરિવારોને મદદ કરી શકાશે. 

આ કંપની હાલમાં એકી સાથે ત્રણ ગેમિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે જેમાં એક ફૌજી જે શૂટિંગ ગેમ છે, અને બીજી એક ક્રિકેટ ગેમ છે અને ત્રીજી એક મ્યુઝીકલ ગેમ હશે, જો કે આ ગેમ્સના નામ હજી નિર્ધારિત કરાયા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar FAU-G FAU-G Games release in india PUBG chinese apps ban india ncore games અક્ષય કુમાર ગેમ ભારત કે વીર ટ્રસ્ટ FAU-G Game
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ