બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Finance Minister Nirmala Sitharaman is presenting the Budget 2023-24

મોટું એલાન / બજેટમાં સૌથી પહેલા 80 કરોડ લોકોને મળી ખુશખબર, 2 લાખ કરોડ ખર્ચ કરશે મોદી સરકાર

Published By: Malay

Last Updated: 11:36 AM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું.

 

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે બજેટ 2023-24
  • જરૂરિયાતમંદ પરિવારોને લઈને નાણામંત્રીની મહત્વની જાહેરાત
  • 'બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને આપીશું મફત અનાજ'

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું સંપૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં સમગ્ર વિશ્વની નજર મોદી સરકારના બજેટ પર ટકેલી છે. બીજી તરફ સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં વિકાસ દર 6-6.8% રહેવાની ધારણા છે. 1947થી લઈને આજ સુધી આ પહેલીવાર છે કે બજેટને મહિલા નાણામંત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને મહિલા રાષ્ટ્રપતિએ પણ બજેટને મંજૂરી આપી છે. એટલે કે રાષ્ટ્રપતિ અને નાણામંત્રી બંને મહિલા છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. 

જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશુંઃ નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈનું પેટ ખાલી ન રહે. 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું. 2014 બાદથી અમારા પ્રયાસોના કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે.


આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટઃ નિર્મલા સીતારમણ
નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના અમૃકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકો સુધી આર્થિક મજબૂતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વમાં મંદી હોવા છતાં અમારો વર્તમાન ગ્રોથનું અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસની તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની તાકાતને ઓળખી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Budget2023 BudgetwithVTV Nirmala Sitharaman UnionBudget UnionBudgetnews finance minister કેન્દ્રીય બજેટ 2023-24 બજેટ બજેટ 2023 Budget 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ