બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / Finance Minister for Home Department Rs. 10,378 crore has been provided

Gujarat Budget 2024 / ગુજરાત પોલીસ બનશે સ્માર્ટ પોલીસ, શહેરોમાં લાગશે CCTV: બજેટમાં જાણો શું એલાન કરાયું

Vishal Khamar

Last Updated: 03:09 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગ માટે રૂા. 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

  • રાજ્યનાં ગૃહ વિભાગ માટે બજેટમાં રૂા. 10,378 કરોડની જોગવાઈ
  • ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે
  • નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25 નું બજેટ રજૂ કર્યું

 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત 2047 ને લક્ષ્યમાં ભાગીદારી નોંધાવતું અને વિકસિત ગુજરાત 2047 નું નિર્માણ કરવા માટેન રોડમેપ નક્કી કરતું 3 લાખ 32 હજાર 465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 

ગૃહ વિભાગ માટે કુલ `૧૦,૩૭૮ કરોડની જોગવાઇ
ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.      

•    શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
•    પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે `૧૧૫ કરોડની જોગવાઇ.
•    જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે `૯૪ કરોડની જોગવાઇ.
•    શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે `૬૯ કરોડની જોગવાઇ.
•    અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે `૫૭ કરોડની જોગવાઇ. 
•    આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે `૩૮ કરોડની જોગવાઇ.
•    પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે `૩૦ કરોડની જોગવાઇ.
•    SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર `૨૫ કરોડની જોગવાઇ.
•    ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે `૧૮ કરોડની જોગવાઇ.
•    ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા `૧૫ કરોડની જોગવાઇ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ