બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Finally, how did the government convince the pioneers! Both agreed on this matter

Wrestlers Protest / આખરે કઇ રીતે સરકારે પહેલવાનોને કર્યા રાજી! બંને વચ્ચે આ બાબતે થઈ હતી સહમતી, જાણો શું

Priyakant

Last Updated: 07:49 AM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની તાત્કાલિક ધરપકડને બદલે ચાર્જશીટનું વચન આપી તેમણે હાલ પૂરતા સમાધાન માટે મનાવી લીધાનું સામે આવ્યું

  • કુસ્તીબાજોના વિરોધ વચ્ચે એક મોટા સમાચાર
  • સરકારે કુસ્તીબાજોને હાલ પૂરતા સમાધાન માટે મનાવી લીધા
  • કુસ્તીબાજોને બૃજભૂષણની તાત્કાલિક ધરપકડને બદલે ચાર્જશીટનું વચન આપ્યું 

કુસ્તીબાજોના વિરોધ વચ્ચે હવે બેઠકોની દોડધામ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, છેલ્લા 4 દિવસમાં કુસ્તીબાજો, કેન્દ્રીય ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી વચ્ચે બેઠકો બાદ હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સરકારે કુસ્તીબાજોને બૃજભૂષણની તાત્કાલિક ધરપકડને બદલે ચાર્જશીટનું વચન આપી તેમણે હાલ પૂરતા સમાધાન માટે મનાવી લીધાનું સામે આવ્યું છે. 

સરકાર સાથે જોડાયેલા સૂત્રો એક ખાનગી ચેનલને જણાવ્યું છે કે, વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને કહેવામાં આવ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના વડા બૃજભૂષણ શરણસિંહની ધરપકડનો નિર્ણય તપાસકર્તાઓ દ્વારા લેવામાં આવશે, સરકાર નહીં અને તેના બદલે "પ્રાથમિકતા" તપાસ પૂર્ણ કરવાની છે. જોકે તેમના વિરોધને સમાપ્ત કરવા માટે કુસ્તીબાજો એ શરત પર અડગ હતા કે, પહેલા બૃજભૂષણ સિંહની ધરપકડ કરવામાં આવશે. 

મીડીયા અહેવાલો મુજબ તેમણે સરકાર દ્વારા ઓફર કરેલા વિકલ્પ માટે સંમત થયા અને ધરપકડની માંગ છોડી દીધી. સરકારે તેમને વચન આપ્યું છે કે, 15 જૂન સુધીમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને પછી કોર્ટ તેના પર વિચાર કરશે.અગાઉ ગયા શનિવારે જ્યારે WFI વડાની ધરપકડને લઈને કુસ્તીબાજોએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મોડી રાત્રે બેઠક કરી હતી. ત્યારે ગૃહપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે, આ મામલે કાયદાનું પાલન કરવું જોઈએ. તેમને તેનું કામ કરવા દો. આ દરમિયાન તેમણે આંદોલનકારીઓની અન્ય માંગણીઓ પણ સાંભળી હતી. 

રમત પ્રધાને બુધવારે કુસ્તીબાજો સાથે બીજી બેઠક યોજી હતી, જેમાં કરારની ફોર્મ્યુલા પર કામ કરવામાં આવ્યું હતું. એક સરકારી સૂત્રએ ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, કુસ્તીબાજોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપે અને પછી કોર્ટ તેના પર વિચાર કરશે અને આગળના પગલાં નક્કી કરશે. સાથે જ ફરિયાદી પોતાનો કેસ પણ કોર્ટ સમક્ષ મૂકી શકે છે.

સરકારે કુસ્તીબાજોની કઈ શરતો સ્વીકારી ? 
આ તરફ સરકારે 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીઓ યોજવા અને બૃજભૂષણ સિંહના પરિવારના સભ્યો અથવા નજીકના સહયોગીઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ન લેવા દેવાની પણ સંમતિ આપી હતી. માંગણીઓ માટે કહેવામાં આવ્યું હતું અને આ રીતે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો તેમનો વિરોધ સમાપ્ત કરવા સંમત થયા.

વાસ્તવમાં કુસ્તીબાજોએ વ્યક્ત કરેલી ચિંતાઓમાંની એક એ હતી કે, બૃજભૂષણ સિંહ સતત ત્રણ ટર્મ સેવા આપ્યા પછી પરિવારના અન્ય સભ્ય અથવા નજીકના સહાયકને આગામી પ્રમુખ તરીકે રજૂ કરી શકે છે. સરકાર WFIની અંદર આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની સ્થાપના કરવા માટે પણ સંમત થઈ છે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે અને મહિલા કુસ્તીબાજોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ સાથે સરકાર કુસ્તીબાજો અને અન્ય વિરોધીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા પણ રાજી થઈ ગઈ છે.

બૃજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટની રાહ જોઈને કુસ્તીબાજો 15 જૂન સુધી તેમનો વિરોધ સ્થગિત કરવા સંમત થયા છે. જોકે બીજેપી સાંસદ પર દિલ્હી પોલીસ કયા આરોપો મૂકે છે અને POCSO આરોપો ચાર્જશીટમાં રહેશે કે નહીં તેના પર પણ ઘણું નિર્ભર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ