બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / file belated itr filing for fy 2022 23 deadline belated return penalty charges

તમારા કામનું / જલ્દી કરો, IT રિટર્ન ભરવાની તારીખ નજીક આવી ગઇ, નહીં તો થશે રૂ. 5000 સુધીનો દંડ

Arohi

Last Updated: 03:32 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Belated ITR Filing: ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખના બાદ દંડની સાથે દાખલ કરેલ આઈટીઆરને બિલેટેડ રિટર્ન કહે છે.

  • ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનો છેલ્લો મોકો 
  • આપવા પડશે 5000 રૂપિયા સુધીનો દંડ 
  • દંડ સાથે ફાઈલ કરેલ આઈટીઆરને કહે છે બિલેટેડ રિટર્ન 

જો તમે નાણાકીય વર્ષ 2022-23 માટે હજુ સુધી આઈટીઆર ફાઈલ નથી કર્યું તો તમારા માટે આ ખબર જરૂરી છે. તમારી પાસે આઈટીઆર દાખલ કરવાનો છેલ્લો મોકો છે. લેટ ફીસની સાથે ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની ડેડલાઈન નજીક આવી રહી છે. હકીકતે વર્ષ 2022-23માં આઈટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 હતી. જોકે પેનલ્ટીની સાથે 31 ડિસેમ્બર સુધી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવી શકે છે. એવામાં જે ટેક્સપેયર્સ 31 જુલાઈ, 2023 સુધી નાણાકીય વર્ષ 2022-23 માટે આઈટીઆર ફાઈલ નથી કરી શક્યા તે 31 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી લે. 

31 ડિસેમ્બર સુધી દંડની સાથે ભરી શકો છો બિલેટેડ રિટર્ન 
આવકવેરા નિયમો અનુસાર દર વર્ષે ટેક્સપેયર્સ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી હોય છે. પરંતુ જો તમે ટેક્સ સ્લેબમાં આવો છો અને 31 જુલાઈની ડેડલાઈન સુધી આઈટીઆર નથી ભરી શક્યા તો તેમને માટે આ છેલ્લો મોકો આપવામાં આવી રહ્યો છે.

પરંતુ તેના બદલામાં પેનલ્ટીની રીતે બિલેટેડ રિટર્ન ભરવાના કારણે તમારા પાસેથી લેટ ફી લેવામાં આવી શકે છે. આવકવેરા નિયમો અનુસાર છેલ્લી તારીખ બાદ કરેલ આઈટીઆરને બિલેટેડ રિટર્ન કહેવાય છે. 31 ડિસેમ્બર, 2023 સુધી તમે દંડની સાથે બિલેટેડ રિટર્ન ભરી શકો છો. 

બિલેટેડ રિટર્ન ભરવા પર આપવો પડશે દંડ 
ઈનકમ ટેક્સ એક્ટ અનુસાર બિલેટેડ આઈટીઆર ફાઈલિંગમાં વર્ષના 5 લાખ રૂપિયાથી ઓછી ઈનકમ વાળા ટેક્સપેયર્સને 1000 રૂપિયાનો દંડ આપવો પડશે. જ્યારે વર્ષના 5 લાખ રૂપિયાથી વધારે ઈનકમ પર 5,000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ