બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fighting between 2 mobs during Kishan Bharwad's tribute program in Chhotaudepur

VIDEO / કિશન હત્યા કેસના પડઘા: છોટાઉદેપુરમાં 2 જૂથ વચ્ચે છમકલું, શહેર આખું પોલીસ છાવણીમાં ફેરવાયું

Vishnu

Last Updated: 04:06 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં કિશન ભરવાડના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન 2 ટોળા વચ્ચે મારામારી થતાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું, રહી રહીને જાગેલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

  • છોટા ઉદેપુરમાં બે જૂથ વચ્ચે મારામારી
  • છોટાઉદેપુરની બજારો બંધ કરાઇ
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો 

છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્ર થયેલા લોકો પર હુમલો થયો છે.. છોટાઉદેપુરના રામજી મંદિરમાં લોકો એકઠા થયા હતા. જ્યાં રામધૂન અને હનુમાન ચાલિસા ચાલી રહી હતી. આ દરમિયાન 40થી વધુ લોકોના ટોળાએ પાઈપ અને હથિયારથી હુમલો કર્યો. આ મામલે પોલીસે 20 શખ્સો  વિરુદ્ધ નામજોગ  અને 40 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.બબાલને પગલે છોટાઉદેપુરની બજારો બંધ કરી દેવામાં આવી છે તેમજ ઠેર ઠેર પોલીસ પહેરો ગોઠવી ચાંપતો બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે. VTV તમામ ગુજરાતીઓને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યું છે.

રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ 
કિશન ભરવાડ હત્યા કેસને લઈને આજે રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. કલેક્ટરને તેઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. પરંતુ તે સમયે ત્યા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને તે રેલી બાદ લોકો દુકાનો પણ બંધ કરાવી હતી જેથી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. ધાર્મિક સંગઠનો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરવામાં આવ્યો. કારણકે તેઓ રેલી કાઢીને ત્યા દુકાનો પણ બંધ કરાવી રહ્યા હતા. આ ઘટનાને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે અને  બના અજંપાભરી સ્થિતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો પહોચી ગયા હતા. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

(રાજકોટમાં ટોળાં પર પોલીસનો લાઠીચાર્જ તેમજ છોટાઉદેપુરમાં 2 જુથ વચ્ચે મારામારીનો વીડિયો)

જોડિયા,વડનગરમાં રેલી કાઢી વિરોધ
ધંધુકા કિશન હત્યા કેસ મામલે રાજ્યભરમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ત્યારે જામનગર અને મહેસાણામાં પણ વિવિધ હિન્દુ સંગઠનોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો.જામનગરના જોડિયામાં ધર્મ રક્ષક સમિતિની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તથા વડનગરમાં પણ વીએચપી દ્વારા રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો.બંન્ને જિલ્લામાં સંગઠનોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવા માટે માગ કરી હતી.

મહુવા,ગારીયાધારણ,પાલિતાણા સજ્જડ બંધ
અંકલેશ્વર ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.કિશન ભરવાડના આરોપીઓને કડક સજા મળે તેવી માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સોંપાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ સીવાય ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનુ એલાન આપવામાં આવતાં ભાવનગર જિલ્લાના મહુવા, ગારીયાધારણ તથા પાલિતાણાની બાજરો સજ્જડ બંધ જોવા મળી હતી.મહુવામાં તો માર્કટીંગ યાર્ડ,ડી હાઈ ડ્રેશન પ્લાન્ટ સહિત મુખ્ય બજાર પણ બંધ રાખવામાં આવી હતી.. પાલીતાણામાં ધંધૂકા કેસને મામલે રેલી અને આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમ  હિન્દુ સંગઠનોદ દ્વારા યોજાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Chhotaudepur Dhandhuka murder case Fighting Kishan Bharwad tribute program કિશન ભરવાડ હત્યા જુથ મારામારી ધંધુકા મર્ડર કેસ પોલીસ બંદોબસ્ત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ dhandhuka murder case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ