બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / fifth dada saheb falke award held in mumbai

બોલિવૂડ / પાંચમો દાદા સાહેબ ફાળકે એવોર્ડ યોજાયો, જાણો કોને કયો એવોર્ડ મળ્યો

Published By: Nikul

Last Updated: 05:21 PM, 21 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20મી ફેબ્રુઆરીની રાત્રે મુંબઈમાં યોજાયો દાદા સાહેબ ફાળકો એવોર્ડ સિતારાઓ માટે રેડ કાર્પેટ બીછાયુ અને ટોચનાં કલાકારો માટે રહી દાદા સાહેબ ફાળકો એવોર્ડમાં બોલબાલા.

  • પીએમ મોદીએ એવોર્ડ વિજેતાઓને શુભેચ્છા પાઠવી
  • બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ તરીકે પેરાસાઇટને પસંદ કરાઈ
  • ધર્મેન્દ્રને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ઈન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એવોર્ડ અપાયો

પાંચમો દાદા સાહેબ ફાળકે એવોર્ડ યોજાયો

પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021નું આયોજન મુંબઈમાં યોજઈ ગયુ. 20મી ફેબ્રુઆરીનાં રોજ યોજાયેલ આ એવોર્ડ ફંક્શનમાં 2020માં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર એક્ટર, એક્ટ્રેસ, ડાયરેક્ટર, સિંગર જેવા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટેલિવૂડને પણ દાદા સાહેબ ફાળકો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ લોકોને મળ્યો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

પાંચમા દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં આ વર્ષે અજય દેવગનની ફિલ્મ તાન્હાજીને બેસ્ટ ફિલ્મ તરીકે, ફિલ્મ લક્ષ્મીમાં કિન્નરનું પાત્ર ભજવનાર અક્ષયકુમારને બેસ્ટ એક્ટર તરીકે અને છપાક ફિલ્મમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે દીપિકા પાદુકોણને બેસ્ટ એક્ટ્રેસ તરીકે બાબા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત કે કે મેનનને મોસ્ટ વર્સેટાઇલ એક્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે. 

દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ-2021 વિનરની યાદી

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ - પેરાસાઇટ
બેસ્ટ ફિલ્મ - ધ અનસંગ વોરિયર-તાન્હાજી
બેસ્ટ ડિરેક્ટર - અનુરાગ બાસુ (લુડો)
બેસ્ટ એક્ટર - અક્ષયકુમાર (લક્ષ્મી)
બેસ્ટ એક્ટ્રેસ - દીપિકા પાદુકોણ (છપાક)
ક્રિટીક્સ બેસ્ટ એક્ટર - સુશાંત સિંહ રાજપુત (દિલ બેચારા)
ક્રિટીક્સ બેસ્ટ એક્ટ્રેસ - કિયારા અડવાણી (ગિલ્ટી)
બેસ્ટ એક્ટર સપોર્ટીંગ રોલ - વિક્રાંત મેસી (છપાક)
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટીંગ રોલ - રાધિકા મદન (અંગ્રેજી મીડિયમ)
બેસ્ટર એક્ટર કોમિક રોલ - કુનાલ ખેમુ (લુટકેસ)
બેસ્ટ સિનમેટોગ્રાફર - જિતિન હરમીત સિંહ (ખુદા હાફિઝ)
બેસ્ટ વેબ સિરીઝ - સ્કેમ 1992
બેસ્ટ એક્ટર વેબ સિરીઝ - બોબી દેઓલ (આશ્રમ)
બેસ્ટ એક્ટ્રેસ વેબ સિરીઝ - સુસ્મિતા સેન (આર્યા)
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ઈન ફિલ્મ ઈન્ડસ્ટ્રી - ધર્મેન્દ્ર
પર્ફોર્મર ઓફ ધ યર - નોરા ફતેહી
ફોટોગ્રાફર ઓફ ધ યર - ડબ્બુ રતનાની
સ્ટાઇલ દિવા ઓફ ધ યર - દિવ્યા ખોસલા કુમાર
આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ લિટરેચર ઈન ઈન્ડિયન સિનેમા - ચેતન ભગત
આઉટસ્ટેન્ડિંગ કોન્ટીબ્યૂશન ઈન મ્યુઝિક ઈન્ડસ્ટ્રી - અદનાન સામી
આલ્બમ ઓફ ધ યર - તિતલિયા
ટીવી સિરીઝ ઓફ ધ યર - કુંડલી ભાગ્ય
બેસ્ટ એક્ટર ટીવી સિરીઝ - ધીરજ ધૂપર (નાગિન-5)
બેસ્ટ એક્ટ્રેસ ટીવી સિરીઝ - સુરભી ચાંદના (નાગિન-5)

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

પીએમ મોદીએ એક લેટરમાં કહ્યું કે, દાદા સાહેબ ફાળકો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021 અંગે જાણીને આનંદ થયો. આ એવોર્ડ દાદા સાહેબ ફાળકેનાં વારસાની ઉજવણી છે. તેઓ સાચા દુરંદેશી હતા. તેમની ઈન્ડિયન સિનેમામાં મહત્ત્વની ભૂમિકા હતી. તમામ વિજેતાઓને હૃદથી શુભેચ્છા. ફિલ્મ ફેસ્ટિવલ 2021ની સફળતા માટે શુભકામના.

સંકળાયેલા મુદ્દાઓ

Ajay Devgn Akshay Kumar Deepika Padukone PmModi dada saheb phalke award અક્ષય કુમાર અજય દેવગન દાદા સાહેબ ફાળકે દીપિકા પાદુકોણ પીએમ મોદી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ