બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ઉઠતાની સાથે જ મહેસૂસ થાય છે થાક? આ ફૂડ હેબિટ જવાબદાર
Last Updated: 01:39 AM, 9 June 2026
શું તમને સવારે ઉઠતાની સાથે જ થાક લાગે છે કે પછી દિવસભર સુસ્તી ફિલ થાય છે? તો આ બાબત માત્ર અપૂરતી ઊંઘને કારણે નહીં પણ ખાવાના ખોટા સમયને કારણે પણ હોઈ શકે છે. જો તમને આખી રાતની ઊંઘ બાદ પણ સુસ્તી લાગે છે તો તે ફક્ત તણાવ કે વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે નથી હોતું. અમુકવાર તમારા ભોજનનો સમય તમારી પ્લેટમાં શું છે તેના કરતાં મોટો ફરક લાવી શકે છે.
ADVERTISEMENT
આજકાલ મોટાભાગના લોકો આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે, ઝડપથી ખાય છે, અને પછી રાત્રે આરામથી ભોજન કરે છે. આ આદત સામાન્ય લાગે છે પરંતુ તે ઓછી ઉર્જા, સવારનો ભારેપણું અને દિવસનો થાકનું કારણ બની શકે છે. એક્સપર્ટ અનુસાર , ભોજનના સમયમાં થોડો ફેરફાર તમને વધુ ઉર્જાવાન અને હળવાશ અનુભવી શકે છે.
ADVERTISEMENT
આપણું શરીર દિવસ અને રાત્રિના સાયકલ અનુસાર કામ કરે છે. સવાર અને બપોરના સમયે પાચન ક્ષમતા સારી માનવામાં આવે છે. જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ શરીરની એક્તીવીટી સ્લો પડે છે. આથી રાત્રે ખૂબ વધારે કે ભારે ખોરાક ખાવાથી શરીરને તેને પચાવવામાં મુશ્કેલી પડી શકે છે. આ ઊંઘ અને બીજા દિવસની ઉર્જાને પણ અસર કરી શકે છે.

ADVERTISEMENT
શરીર આરામ માટે તૈયારી કરી રહ્યું હોય ત્યારે ભારે ખોરાક ખાવાથી પાચનતંત્ર સતત કાર્યરત રહે છે. તેનાથી સવારે ઉઠતી વખતે ભારેપણું અનુભવવું, દિવસભર સુસ્તી રહી શકે છે. ચીડિયાપણું કે અસ્વસ્થતા આવી શકે છે. ઊંઘની ગુણવત્તા પર અસર થઈ શકે છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, બપોરે દિવસનો સૌથી મોટો અને સૌથી સંતુલિત ભોજન ખાવું શ્રેષ્ઠ છે. આ સમયે શરીર ખોરાકને વધુ સારી રીતે પચાવી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. તેનાથી શરીરને દિવસભર કાર્ય કરવા માટે પૂરતી ઉર્જા પણ મળે છે.
ADVERTISEMENT
દિવસની શરૂઆત હળવા, પાણીયુક્ત ખોરાકથી કરવી શ્રેષ્ઠ છે. આ શરીરને તાજગી આપે છે અને ધીમે ધીમે પાચનતંત્રને એક્ટીવ કરે છે.
ADVERTISEMENT
હળવું અને સમયસર રાત્રિભોજન કરવું બેસ્ટ મનાય છે. યાદ રાખો કે સૂવાના સમય પહેલા ન ખાઓ, વધુ પડતું ખાવાનું ટાળો અને હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક ખાઓ. તમારા આહારમાં મોટા ફેરફાર કરવાની જરૂર નથી. ભોજનના સમયમાં થોડો ફેરફાર કરવાથી પણ ફરક પડી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.