બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોતું મારતી વખતે આ ત્રણ વસ્તુઓ કરો સામેલ, 3-4 દિવસ સુધી ચમકશે ફ્લોર
Last Updated: 11:58 PM, 8 June 2026
ઘરને સ્વચ્છ રાખવા માટે દરરોજ સફાઈ કરવામાં આવે છે. પરંતુ દરરોજ ઝાડુ અને પોતું કર્યા બાદ પણ ફ્લોર ઘણીવાર ફરીથી ગંદા થઈ જાય છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં આ સ્થિતિનો સામનો લગભગ દરરોજ કરવો પડે છે. ઉનાળા અને વરસાદની ઋતુમાં કીડીઓ, કોક્રોચ, ગરોળી અને નાના જંતુઓ પણ ઘરમાં દેખાય છે. જેથી ફ્લોરને સાફ રાખવા અને આ જીવાતોથી છુટકારો મેળવવા માટે લોકો મોંઘા ક્લીનર ખરીદે છે પરંતુ તેમ છતાં ઇચ્છિત પરિણામો મળતા નથી.
ADVERTISEMENT
જો તમને પણ આ પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને તમારા ફ્લોરને સાફ રાખવા માટે એક ઘરેલું ઉપાય જણાવીશું. જે માત્ર તેને ચમકતો જ નહીં રાખે પરંતુ જંતુઓની સમસ્યા પણ ઘટાડશે. જેની ખાસ વાત એ છે કે તમારે બજારમાંથી કંઈપણ ખરીદવાની જરૂર નથી. મોપને ઘરમાં પડેલી ત્રણ વસ્તુઓ ભેળવીને તમે તમારા ફ્લોરને ઘણા દિવસો સુધી સાફ રાખી શકો છો સાથે જ જંતુઓ અને દુર્ગંધને પણ દૂર રાખી શકો છો.
ADVERTISEMENT
જો તમે પાણીની ડોલથી પોતું મારવા જઈ રહ્યા છો તો તમે ઘરમાં પહેલેથી જ હોય તેવી ત્રણ વસ્તુઓ ઉમેરી શકો છો. જેમાં 1 ચમચી સામાન્ય મીઠું, અડધી ચમચી લીમડાનું તેલ અને 1 કપ ડેટોલ કે કોઈપણ એન્ટિસેપ્ટિક પ્રવાહી એડ કરી શકો છો.

ADVERTISEMENT
ADVERTISEMENT
તમે આ ત્રણ ઘટકોને મોપ પાણીમાં ભેળવી શકો છો અને અઠવાડિયામાં 1-2 વખત ફ્લોર સાફ કરી શકો છો. તેનો દરરોજ ઉપયોગ જરૂરી નથી. આ રીત દરરોજ સફાઈ સાથે તમારા ઘરને સ્વચ્છ અને ફ્રેશ રાખવામાં મદદ કરી શકે છે. આ પાણીનો ઉપયોગ કરવાથી તમારા ફ્લોર 2-3 દિવસ સુધી સ્વચ્છ અને જર્મ ફ્રી રહી શકે છે.
ADVERTISEMENT
ઘરના અમુક વિસ્તારો એવા છે જ્યાં જંતુઓ જોવા મળે છે. તેથી પોતું મારતી વખતે રસોડું અને સિંકની આસપાસ,બાલ્કની અને બારીઓ પાસે, મુખ્ય દરવાજાની આસપાસ, બાથરૂમ અને સ્ટોરરૂમમાં ખૂણામાં અને ફર્નિચરની નીચે વધુ ધ્યાન આપો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.