બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં ભૂકંપ અને સુનામીની શક્યતા બમણી થઈ, વર્ષોથી સુષુપ્ત રાક્ષસ ફરી જાગ્યો!

ભવિષ્યનો ભૂકંપ / કચ્છમાં ભૂકંપ અને સુનામીની શક્યતા બમણી થઈ, વર્ષોથી સુષુપ્ત રાક્ષસ ફરી જાગ્યો!

Published By: Bharatsinh Chauhan

Last Updated: 10:27 AM, 28 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોરા ડુંગર ફોલ્ટ લાઈનમાં પ્રથમ વખત કંપન નોંધાયું છે, જે દર્શાવે છે કે આ ફોલ્ટ હવે સક્રિય બની છે. આ ફોલ્ટમાં પેલિયો સિસ્મિક ફીચર્સ જોવા મળે છે, જે ભૂકંપની સંભાવના દર્શાવે છે. આ કચ્છ માટે એક મોટું એલર્ટ છે.

earthquake in Gujarat : ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે 9:47 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ ખાવડાના બન્ની વિસ્તારમાં દદ્ધર નજીક ગોરા ડુંગર ફોલ્ટ લાઈન પર હતું. આ ફોલ્ટ લાઈન અગાઉ નિષ્ક્રિય માનવામાં આવતી હતી, પરંતુ હવે તેની સક્રિયતાએ નિષ્ણાતોમાં ચિંતા વધારી છે.

ગોરા ડુંગર ફોલ્ટ લાઇનમાં પ્રથમ વખત ભૂકંપ

કચ્છ યુનિવર્સિટીના જિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૌરવ ચૌહાણે VTV DIGITAL સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "ગોરા ડુંગર ફોલ્ટ લાઈનમાં પ્રથમ વખત કંપન નોંધાયું છે, જે દર્શાવે છે કે આ ફોલ્ટ હવે સક્રિય બની છે. આ ફોલ્ટમાં પેલિયો સિસ્મિક ફીચર્સ જોવા મળે છે, જે ભૂકંપની સંભાવના દર્શાવે છે. આ કચ્છ માટે એક મોટું એલર્ટ છે." તેમણે ઉમેર્યું કે, આ ફોલ્ટ લાઈન ભવિષ્યમાં મોટા ભૂકંપનું કારણ બની શકે છે. કચ્છમાં કુલ 13 ફોલ્ટ લાઈન આવેલી છે, જેમાંથી કચ્છ મેઈનલેન્ડ, વાગડ, અલ્લાહબંધ અને નોર્થ કાઠિયાવાડ ફોલ્ટ લાઈન ખાસ ઉલ્લેખનીય છે. આમાંથી કચ્છ મેઈનલેન્ડ અને વાગડ ફોલ્ટ લાઈન અગાઉથી સક્રિય હતી, પરંતુ ગોરા ડુંગર ફોલ્ટ લાઈનની સક્રિયતા નવી ચિંતા ઉભી કરે છે.

WhatsApp Image 2025-07-27 at 6.23.17 PM

(કચ્છમાં સક્રિય ફોલ્ટલાઇનો)

દરિયા સુધી ફોલ્ટ લાઇન જતી હોવાથી સુનામીનું પણ જોખમ

કચ્છની કેટલીક ફોલ્ટ લાઈન દરિયા સુધી વિસ્તરેલી હોવાથી, મોટા ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયામાં હોય તો સુનામીનો ખતરો પણ ઉભો થઈ શકે છે. પ્રો. ચૌહાણના જણાવ્યા અનુસાર, 1945માં પાકિસ્તાનની ચમન પર્વતમાળામાં આવેલા ભૂકંપથી ઉદ્ભવેલી સુનામીનું પાણી ધોળાવીરા સુધી પહોંચ્યું હતું. આવી સ્થિતિ ફરી સર્જાય તો કચ્છના દરિયાકાંઠે નુકસાનની શક્યતા છે.

નવા બાંધકામ ભૂકંપ પ્રુફ હોય તે ખુબ જ જરૂરી

કચ્છનું સફેદ રણ અને ધોળાવીરા પ્રવાસન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, અને રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ અહીં આવે છે. આવી સ્થિતિમાં નવું નિર્માણ પામતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભૂકંપપ્રૂફ હોવું અત્યંત જરૂરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, નવી સક્રિય થયેલી ગોરા ડુંગર ફોલ્ટ લાઈન અને અન્ય ફોલ્ટ લાઈનને ધ્યાનમાં રાખીને બાંધકામો થવા જોઈએ, જેથી ભવિષ્યમાં નુકસાન ઘટાડી શકાય.

પાંચ વર્ષમાં 4થી વધુની તિવ્રતાના 18 ભૂકંપ

સિસ્મોલોજી વિભાગના ડેટા અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં કચ્છમાં 4થી વધુ તીવ્રતાના 18 ભૂકંપના આંચકા નોંધાયા છે. તાજેતરમાં 22 એપ્રિલ 2025ના રોજ દુધઈ નજીક 4.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંકડા દર્શાવે છે કે કચ્છ ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે.

ભૂકંપની આગાહી નહી પરંતુ સતર્કતા જરૂરી
ગૌરવ ચૌહાણના અનુસાર, ભૂકંપની આગાહી કરવી શક્ય નથી, પરંતુ સક્રિય ફોલ્ટ લાઈનને ધ્યાનમાં રાખીને સતર્કતા અને તૈયારી જરૂરી છે. કચ્છના નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભૂકંપપ્રૂફ બાંધકામો અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરે, જેથી ભવિષ્યની આપદાઓથી બચી શકાય.
WhatsApp Image 2025-07-27 at 6.23.18 PM (1)

(પ્રોફેસર ગૌરવ ચૌહાણ)

2001 માં કચ્છ નકશામાંથી જ ભુંસાઇ ગયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, 2001 માં કચ્છનો ભયાનક ભૂકંપ ગુજરાત ક્યારેય ભુલી શકે નહી. 26 જાન્યુઆરી 2001 ની સવારે 08.46 વાગ્યે આવેલા ભૂકંપે કચ્છને નકશામાંથી જ ભુસી નાખ્યું હતું. કચ્છના ભચાઉના ચોબારી ગામથી 9 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલા આ ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. આ ભૂકંપની અસર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં તો ખુબ જ ખરાબ રીતે થઇ હતી. કચ્છ, પાકિસ્તાનના સિંધમાં ખુબ જ અસર થઇ હતી. 20 હજાર કરતા વધારે લોકોનાં મોત નિપજ્યાં હતા અને 2 લાખ જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત 4 લાખ કરતા વધારે ઇમારતો ધરાશાયી થઇ હતી. કચ્છ જિલ્લો જ સંપુર્ણ નષ્ટ થઇ ગયો તો તેમ કહીએ તો નવાઇ નહી.

કચ્છમાં આવેલા ભૂકંપોની તવારીખ

WhatsApp Image 2025-07-27 at 6.23.18 PMWhatsApp Image 2025-07-27 at 6.23.17 PM (1)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gora Fault Line active Fears of a terrible earthquake Earthquake in Kutch

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ