બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / વિશ્વ / Fear of China's new disease: These 6 states of India, including Gujarat, Rajasthan, are on alert
Priyakant
Last Updated: 01:29 PM, 29 November 2023
ADVERTISEMENT
China Pneumonia Case : ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વસન સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. વાત જાણે એમ છે કે, ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે સાવચેતીના પગલા તરીકે આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓ સાથે ઝડપથી વ્યવહાર કરવા સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.
શું કરવું અને શું ન કરવું ?
લોકોને જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં લોકોને ખાંસી કે છીંક આવતી વખતે મોં અને નાક ઢાંકવા, વારંવાર હાથ ધોવા, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવા અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે,પરિસ્થિતિ "હાલમાં ચિંતાજનક નથી" પરંતુ તબીબી કર્મચારીઓએ જાગ્રત રહેવું જોઈએ અને ચેપી રોગોના ફેલાવાને રોકવા જોઈએ. રાજસ્થાને કહ્યું કે બાળરોગ એકમો અને તબીબી વિભાગોમાં પૂરતી વ્યવસ્થા થવી જોઈએ.
ADVERTISEMENT
ગુજરાત અને ઉત્તરાખંડમાં આરોગ્ય વિભાગો એલર્ટ
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં પરિસ્થિતિને જોતા કોવિડ-19 રોગચાળા દરમિયાન બનાવેલ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સાવચેતીના પગલારૂપે મજબૂત કરવામાં આવી રહ્યું છે. સરકારે અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. ઉત્તરાખંડના આરોગ્ય અધિકારીઓને શ્વસન રોગોના કેસોની દેખરેખ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે ઉત્તરાખંડના ત્રણ જિલ્લા ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનની સરહદને અડીને આવેલા છે. હરિયાણાના આરોગ્ય વિભાગની સૂચનાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે, જાહેર અથવા ખાનગી હોસ્પિટલોમાં "અસાધારણ શ્વસન રોગો"ના કોઈપણ કેસની તાત્કાલિક જાણ કરવી જોઈએ.
તમિલનાડુમાં રોગનો સામનો કરવાની તૈયારી
તમિલનાડુ પણ સજ્જતા વધારવા માટે પગલાં લઈ રહ્યું છે. તેણે સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ સમાન આદેશો આપ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં હજુ સુધી બાળકોમાં ન્યુમોનિયાનો કોઈ કેસ નોંધાયો નથી, તેમ છતાં અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ 24 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે, ભારત ચીનમાં વર્તમાન ઈન્ફલ્યુએન્ઝા પરિસ્થિતિથી ઊભી થતી કોઈપણ કટોકટી માટે તૈયાર છે અને તે દેશના બાળકોમાં H9N2 ફાટી નીકળવા અને શ્વસન સંબંધી બિમારીના કેસોનું નિરીક્ષણ કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.