બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 07:21 PM, 9 June 2023
ADVERTISEMENT
દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગોવા, મુંબઈ, પોરબંદર અને કરાચીમાં જોવા મળી શકે છે. આ દરમિયાન અહીં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળશે, સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ભાવનગરમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ
સંભવિત વાવાઝોડાને લઈને ભાવનગર તંત્ર એલર્ટ થયું છે. તમામ બોટોને બંદર પર પરત બોલાઈ લેવાઈ છે તેમજ ઘોઘા સહિતના બંદર પર હાલ દરિયો શાંત જોવા મળ્યો છે. વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર તૈયારી દર્શાવી છે.
ADVERTISEMENT
સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે
પાછલા વર્ષો દરમિયાન આવેલા દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મૂળ દ્વારકા બંદર તરીકે પણ જાણીતું છે ત્યારે અહીં મોટાભાગની વસ્તી માછીમાર સમાજની છે જેને કારણે સંભવિત વાવાઝોડા થી તેમની મહામૂલી બોટને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે જો સંભવિત વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પર ત્રાટકે તો મૂળ દ્વારકા બંદર અને ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેનો ભય ગામ લોકોને મૂંઝવી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે તે મુજબ દરિયાઈ વિસ્તારમાં રહેતા ગામ લોકોને વાવાઝોડું દરિયાઈ વિસ્તારમાં સ્પર્શવાની સાથે જ તેમને સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી જિલ્લા કલેકટરે માહિતી આપી છે
જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કર્યા
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અને તારાપુર તાલુકા 15 જેટલા ગામોને બિપોરજોય વાવાઝોડાની આગાહીના પગલે સાવધાન કરવામાં આવ્યા છે, આ સાથે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે, ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના દરિયા કિનારે આવેલ ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કર્યા છે.
દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી
દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયાના પાણીનો એકાએક કલર બદલાયો અને દરિયો તોફાની હોય તેમ વિવિધ રંગોમાં જોવા મળ્યો છે, ગુજરાતના દરિયારાંઠે વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
માંડવી બીચ પર પ્રવાસીઓની અવરજવર ઘટી
અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાત બિપોરજોયની અસર કચ્છમાં વર્તાઈ છે. કચ્છના માંડવી બીચ પર પ્રવાસીઓની અવરજવર ઘટી છે તેમજ પ્રવાસીઓથી ધમધમતો બીચ ખાલી જોવા મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી બીચ પર પ્રવાસીઓ સ્વયંભુ બીચ પર આવવાનું ટાળી તંત્રને સહયોગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.