બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fear among students from dilapidated government school in Godhra city

પંચમહાલ / આ રીતે ભણશે ગુજરાત? શાળાઓની હાલત એવી કે બાળકોએ સ્કૂલ-બેગ નહીં હેલમેટ પહેરીને આવવું પડે

Dinesh

Last Updated: 03:43 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોધરાના બુઝર્ગવાવડીની શાળા જર્જરિત; 5ઓરડામાંથી 4 ઓરડાં જર્જરિત અને અહીં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, બાળકો સ્માર્ટરૂમની નહીં બસ માત્ર સાદો અને સુરક્ષિત ક્લાસરૂમની માગ કરી રહ્યા છે

  • ગોધરા શહેરની જર્જરિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓમાં ભય
  • બુઝર્ગ-વાવડી વિસ્તારની શાળાના 5ઓરડામાંથી 4 ઓરડાં જર્જરિત
  • આ શાળામાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે 


આજ સુધી તમે શાળામાં બાળકોની પરીક્ષા લેતા શિક્ષકોને જોયા હશે. પરંતુ જ્યારે આખે આખું વહીવટીતંત્ર બાળકોની પરીક્ષા લે તો બાળકો પર શું વીતે? કદાચ એ વાતનો જવાબ ગોધરાના બુઝર્ગવાવડીની શાળાના બાળકોથી વિશેષ કોઈ નહીં આપી શકે. કેમકે, સ્માર્ટ અને ડિજિટલ રૂમની જાહેરાતો વચ્ચે આ શાળાના બાળકો આજે ઝળુંબતા મોત નીચે ભણવા મજબૂર છે. એ બાળકો સ્માર્ટરૂમ નહીં બસ માત્ર સાદો અને સુરક્ષિત ક્લાસરૂમ માગી રહ્યા છે. 

ગોધરા શહેરની જર્જરિત સરકારી શાળા
પંચમહાલના ગોધરાની આ શાળાની ભીંત પર ચિતરેલું સરકારના સર્વ શિક્ષા અભિયાનનું સૂત્ર જેમાં લખ્યુ છે સૌ ભણે  સૌ આગળ વધે. સરકારનો ઈરાદો તો પ્રામાણિક જ છે. પરંતુ આ શાળાની આ ઈમારતનો ઈરાદો થોડો મલિન હોય તેવું લાગે છે. વિદ્યાર્થીઓને તો ઘણું ભણવુ છે પરંતુ આ શાળાની છત તેમને ડરાવી રહી છે. ત્યાં ગમે ત્યારે પોપડા પડવાનો ડર સતાવી રહ્યો છે. શાળાના કાળાડિબાંગ સળિયા બાળકો ડરાવી રહ્યાં છે. સ્માર્ટ શાળાઓની મચેલી બૂમરાણ વચ્ચે તજી દેવાયલી કોઈ ઈમારત જેવી લાગતી આ શાળા, ગોધરા શહેરના બુઝર્ગ-વાવડી વિસ્તારની સરકારી શાળા છે. ગોધરાના સ્લમ વિસ્તારમાં આવેલી આ પ્રાથમિક શાળા ગમે ત્યારે કોઈ બાળકનો જીવ લઈ શકે તેવી જર્જરિત હાલતમાં છે. અહીં બાળકો સતત ભયના ઓથાર નીચે ભણી રહ્યા છે. અહીં બાળકોને તો ભણવું છે પરંતુ ઉપરથી પોપડા પડવાનો ડર તેમને ભણવામાંથી ધ્યાન ભંગ કરી રહ્યો છે.

ઝળુંબતા મોત નીચે ભણતા બાળકો
અહીં નવા ચાર ઓરડા બનાવવા માટે જર્જરિત ચાર ઓરડાને ડિસમેન્ટલ કરવા વર્ષ 2018માં હુકમ કરી દેવાયો હતો, પરંતુ હજી સુધી નથી તો આ જર્જરિત ઓરડાનો કાટમાળ ઉતારીને ધ્વસ્ત કરાયા કે નથી તો બાળકો માટે નવા કે વૈકલ્પિક ઓરડાની વ્યસ્થા કરાઈ. આ શાળાની વાત કરીએ તો ધોરણ એકથી આઠ સુધીની આ શાળા છે. જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં માત્ર પાંચ ઓરડા આવેલા છે. પાંચ માંથી ચાર ઓરડા જર્જરિત હાલતમાં છે. એક ઓરડામાં બે  ધોરણના બાળકોને સાથે બેસાડવા પડે છે. જર્જરિત ઓરડામાં બાળકો ઈજાગ્રસ્ત થવાનો ભય રહે છે 

આ ક્યાં ડિજિટલ વર્ગખંડ માગે છે?
જર્જરિત શાળાના કારણે વિદ્યાર્થીઓ અને શિકોની મુશ્કેલીની યાદી આટલી જ નથી. આ સિવાય પણ બીજી અનેક સમસ્યા સાથે અહીં શિક્ષણકાર્ય ચાલુ રાખવા શિક્ષકો મજબૂર છે. શાળાની બંને તરફ રોડની ઉંચાઈ વધી જતાં ચોમાસામાં શાળામાં પાણી ભરાઈ જાય છે. એ પાણી ક્લાસરૂમ સહિત શાળાની કોમ્પ્યુટર લેબમાં પણ ભરાઈ જાય છે. તો ઓરડાઓની છત ખરાબ હોવાના કારણ ચોમાસામાં પણ કોમ્પ્યુટર લેબમાં ઉપરથી પાણી ટપકે છે.આથી શાળાના આચાર્યએ સંભવિત નુકસાનને ટાળવા સરકાર તરફથી મળતા કોમ્પ્યુટર સેટને જ પરત કરી દીધા છે. જેના કારણે વિદ્યાર્થીઓનું કોમ્પ્યુટર શિક્ષણ પણ બગડી રહ્યું છે.

આમને સુરક્ષિત ઓરડા જાઈએ છે
એ વાત સાચી છે કે, સરકાર પાસે નાણાંની તંગી નથી પરંતુ ક્યાંય વહીવટી તંત્રની ઉદાસીનતા અને વહીવટી આંટીઘૂંટીમાં અટવાતી ફાઈલોથી આ પ્રકારની નોબત આવી હશે. ત્યારે હવે સંબંધિત તંત્ર ગુજરાતના શિક્ષણ મોડેલની ફજેતી કરતી આ શાળાની સમસ્યાનો વહેલી તકે અંત લાવે તે ખૂબજ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ