બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Farmers Justice Yatra, which started from Banaskantha, reached Patan, demanding the resignation of MLA Keshaji Chauhan.

વિરોધ પ્રદર્શન / બનાસકાંઠાથી ગાંધીનગર માટે નીકળી ખેડૂતોની ન્યાયયાત્રા: CMને આવેદનપત્ર આપવાનું એલાન, જાણો શું છે ફરિયાદ

Vishal Khamar

Last Updated: 04:35 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાથી શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા પાટણનાં હાંસાપુર ખાતે પહોંચી હતી. દિયોદરમાં ખેડૂત આગેવાન પર થયેલ હુમલા મામલે ખેડૂતોએ બનાસકાંઠાથી ગાંધીનગર ન્યાય યાત્રા કાઢી છે.

  • બનાસકાંઠાથી શરુ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા પાટણ પહોંચી 
  • દિયોદરના ખેડૂત આગેવન પર હુમલા મામલે ખેડૂતોની ન્યાય યાત્રા
  • પાટણના હાંશાપુર ખાતે ખેડૂતોની ન્યાય યાત્રા પહોંચી

 થોડા દિવસ અગાઉ દિયોદર એક કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં સમર્થક દ્વારા એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો હતો. જે મામલે ખેડૂતો દ્વારા બનાસકાંઠાથી ગાંધીનગર ખાતે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ ખે઼ડૂત યાત્રા આજે પાટણનાં હાંસાપુર ખાતે પહોંચી હતી. ગાંધીનગર જઈ ખેડૂતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે. 

18 તારીખ પહેલા સરકાર કેશાજીનું રાજીનામું લેઃ ખેડૂત આગેવાન
આ બાબતે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે અમારી વેદનાની માંગણી છે. અટલ ભુજલ યોજનાં અંતર્ગત અટલ બિહારી બાજપેયીના નામનો પ્રોગ્રામ ચાલતો હતો અમે હજારો ખેડૂતો ત્યાં ઉપસ્થિત હતા. અમારા પર દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ઠાકોરે અમારા પર હુમલો કરાવ્યો છે. અમારૂ અપમાન કરાયું છે. એનાં અનુસંધાને અમે મુખ્યમંત્રીને 18 તારીખે આવેદનપત્ર આપવાનાં છીએ. આખા ગુજરાતનાં ખેડૂતો મારી સાથે જોડાયેલા છે. અમે 10 તારીખે સનાદરથી મા અંબાનાં દર્શન કરી ગાંધીનગર 18 તારીખે પહોંચીશું. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનાં છીએ કે તાત્કાલિક કેશાજી ઠાકોરનું રાજીનામું લે. ત્યારે સરકાર જો 18 તારીખ પહેલા રાજીનામું નહી લે તો સમગ્ર ગુજરાતનાં ખેડૂતોનું અમને સમર્થન છે.

ખેડૂતોને રજૂઆત કરવી ભારે પડી !
ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર MLAના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન MLAને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ