બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Farmers in support of wrestlers started langar at Jantar-Mantar, Rakesh Tikait also arrived with supporters

BIG NEWS / કુસ્તીબાજના સમર્થનમાં આવ્યા ખેડૂતો, જંતર-મંતર પર શરૂ કર્યું લંગર, રાકેશ ટિકૈત પણ પહોંચ્યા

Megha

Last Updated: 01:11 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતોએ અને ખેડૂત સંગઠનો આજે ​​દિલ્હી તરફ કૂચ કરી છે સામે ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે

  • ખાપ પંચાયતોએ અને ખેડૂત સંગઠનો કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા 
  • ખેડૂતોના સંગઠન BKUના સભ્યોએ જંતર-મંતર પર લંગર શરૂ કરી દીધું
  • ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ

છેલ્લા 14 દિવસથી એટલે કે 23 એપ્રિલ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતોએ અને ખેડૂત સંગઠનો આજે ​​દિલ્હી તરફ કૂચ કરી છે. ખાપ પંચાયતો અને ખેડૂતોના સંગઠનોએ પહેલા જ જંતર-મંતર પર મહાપંચાયત યોજવાની જાહેરાત કરી હતી. જે બાદ હવે ખેડૂતોના સંગઠન BKUના સભ્યોએ જંતર-મંતર પર લંગર શરૂ કરી દીધું છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે ભારે ભીડ ભેગી થવાની સંભાવનાને જોતા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સોનેપત-દિલ્હી-હરિયાણા બોર્ડર પર એલર્ટ છે. સિંઘુ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ સાથે જ SSB બટાલિયન પણ અહીં તૈનાત છે. 

યુનાઇટેડ કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈત તેમના સમર્થકો સાથે કુસ્તીબાજોના વિરોધ સ્થળ પર પહોંચ્યા છે. તેમની સાથે દર્શન પાલ, હનાન મોલ્લા જેવા નેતાઓ પણ પહોંચ્યા હતા. બીજી તરફ પંજાબના ખેડૂતોના સંગઠન ભારતીય કિસાન યુનિયનના સભ્યો દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા છે. આ સાથે જ SKM એ કુસ્તીબાજોને સમર્થન આપવાની જાહેરાત કરી. SKM નેતાઓએ મોદી સરકાર અને બ્રિજ ભૂષણનું પૂતળું બાળવાની પણ જાહેરાત કરી હતી. નેતાઓ બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે.

ટીકરી બોર્ડર થઈને વિરોધ સ્થળ પર પહોંચેલા ખેડૂતોએ જંતર-મંતર પર પડાવ નાખીને લંગર શરૂ કરી દીધું છે. BKU સભ્યો સાથે જોગીન્દર સિંહ ઉગ્રહાન સેંકડો મહિલા કાર્યકરોને લઈને કુસ્તીબાજોના વિરોધમાં જોડાયા છે. BKU ઉગ્રાહને જાહેરાત કરી છે કે તે 11 મે થી 18 મે સુધી દેશભરમાં મોદી સરકાર અને બ્રિજ ભૂષણના પૂતળા બાળશે.

એવામાં હાલ સિંઘુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. આ સાથે સાવચેતીના પગલારૂપે માટીના મોટા ડમ્પરો પણ ઉભા કરવામાં આવ્યા છે. જેથી બોર્ડર અચાનક બંધ કરવી પડે તો તે ડમ્પરો આગળ મૂકીને રસ્તો બંધ કરી શકાય. જો ટ્રેકટરો મોટી સંખ્યામાં આવે છે તેને અટકાવવા માટે પોલીસ પણ તૈયાર છે. 

જણાવી દઈએ કે પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન (ઉગ્રાન)ના સભ્યો કુસ્તીબાજોના સમર્થનમાં તેમની હાજરી નોંધાવવા દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા છે. જોગીન્દર સિંહ ઉગ્રહાન અને BKU સભ્યો સેંકડો મહિલા કાર્યકરો સાથે કુસ્તીબાજોના વિરોધમાં જોડાયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ