બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers fear crop failure due to unseasonal rains in Gujarat

માવઠું / ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા.. કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ

Kiran

Last Updated: 09:48 AM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

  • અતિવૃષ્ટિ બાદ માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા
  • ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણાં આવ્યો પલટો 
  • અનેક પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત 

રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, બનાસકાંઠી, મહેસાણા, સાબરકાંઠા, બેચરાજી સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભિતિ સેવાઈ રહી છે...ડીસા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું છાંપટું આવી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. તો રાજકોટમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને પડતા, શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

અતિવૃષ્ટિ બાદ માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

હિંમતનગરના કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ તરફ જૂનાગઢમાં પણ વાતાવરણમાં અચાનક પલ્ટો થતાં ખેડુતોની મુશ્કેલીમાં થયો વધારો તૈયાર ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતિ સેવાઈ રહી છે.  ખેડૂતો રાત્રિના સમયે પણ ઓપનેર થ્રેશર શરૂ કરી ખેત પેદાશો સાચવવા કામે લાગ્યા ચોમાસા માં વધુ વરસાદ પડ્યો તેને કારણ આમ પણ મગફળી કપાસ સોયા બિન ના પાકને નુકસાન થયું છે ત્યારે હવે માવઠાને કારણે ખેડૂતોનો તૈયાર પાક એડે જતા પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે. 

ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણાં આવ્યો પલટો 

ગઈ કાલે સુરતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો બપોર બાદ સુરતમાં વાદળછાયું વાતાવરણ બદલાઈ ગયુ હતું તથા કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે, ખેડૂતોનો શિયાળું પાક એડે ન જાય તેની ચિંતામાં જોવા મળી રહ્યા છે.  બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ વાતાવરણ બદલાયું છે. 11 વાગ્યા બાદ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. માવઠામારથી  ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ ગુજરાતમાં ત્રણ ઋતુ ભેગી થઈ હોય તેવું વાતાવરણ બન્યું છે. ગરમી, ઠંડી, અને હવે વરસાદના વરતારાથી લોકો પણ ચિંતામાં મુકાયા છે.

3 દિવસ વરસાદની આગાહી: હવામાન વિભાગ

હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો..આકાશ માં વાદળો છવાયા છે..ત્યારે કમોસમી વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગદ્વારા એલર્ટ રહેવાની  સૂચના આપવામાં આવી છે.  લો પ્રેશરની અસર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી હડવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કમોસમી વરાસદ પડી શકે છે. તે સિવાય અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, અમદાવાદ, તેમજ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ખેડૂતોના જીવ તાળવે ચોટયા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું લંબાયું હતું સાથે જ અતિવૃષ્ટિ પણ થઈ હતી. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની જોવા મળ્યો છે, તો કેટલીક જગ્યાએ હળવા છાંતા પડતા ખડૂતો પાકને લઈને ચિંતામાં મુકાઈ ગયા છે. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ