ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતીઓ રોજનું 200 કિલો નકલી પનીર ઝાપટી જતા, સુરભી ડેરીનો ભાંડો ફુટ્યો
Last Updated: 06:45 PM, 11 November 2025
ADVERTISEMENT
સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીના ગોડાઉનમાં નકલી પનીર બનાવવાનો ભાંડાફોડ થયો છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે રેડ કરીને મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
ADVERTISEMENT

રેડ દરમિયાન ગોડાઉન ખાલી, સંચાલક અને કર્મચારી ફરાર
ADVERTISEMENT
VTV NEWSની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ગોડાઉનમાં કોઈ સંચાલક કે કર્મચારી હાજર ન હતો. તપાસ દરમ્યાન એવું સામે આવ્યું કે રેડની માહિતી મળતા જ તેઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT
કોલ્ડ સ્ટોરેજમાં જપ્ત થયું શંકાસ્પદ પનીર
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે કોલ્ડ સ્ટોરેજની તપાસ કરતાં મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ પનીર દૂધના સ્થાને કેમિકલ અને અન્ય અખાદ્ય પદાર્થો વડે બનાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નમૂના પરીક્ષણ માટે મોકલાયા
ADVERTISEMENT
જપ્ત કરાયેલા પનીરના નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. પરિણામ આવતાંજ આ પનીર ખાદ્ય ધોરણોનું ઉલ્લંઘન કરે છે કે નહીં તે સ્પષ્ટ થશે. જો પનીર નકલી સાબિત થશે તો સંચાલક વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવશે.

ADVERTISEMENT
નાગરિકોને ચેતવણી
તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અજાણી બ્રાન્ડ અથવા સસ્તા દરે મળતા પનીર ખરીદતાં પહેલાં તેની ગુણવત્તા ચકાસવી જરૂરી છે. નકલી ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.
આ પણ વાંચોઃ બીલીમોરામાં બિશ્નોઇ ગેંગે પોલીસ પર કર્યું ફાયરિંગ, ચારેયની ધરપકડ
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને નહીં છોડવામાં આવેઃ DCP
આ બાબતે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, સુરતમાંથી શંકાસ્પદ મોટા પ્રણાણમાં પનીર ઝડપાયું છે. ખાદ્ય પદાર્થ નકલી બનાવી રહ્યા છે તેની પર નજર છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને નહીં છોડવામાં આવે. વારંવાર જે લોકો પકડાશે તેની સામે પાસા હેઠળની કાર્યવાહી કરાશે. રેસ્ટોરન્ટ, કેટરર્સ, લગ્ન પ્રસંગમાં પોલીસ સામાન્ય વ્યક્તિ બની રેડ કરશે. જે પણ અખાદ્ય પદાર્થો બનાવતા હોય તેઓ અત્યારથી જ બંધ કરી દે. .નકલી ખાદ્ય પદાર્થોથી કેન્સર, સ્કીનના રોગ સહિતની બીમારીઓ લોકોને થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT