બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Extorting money in the name of ritual in Naroda, superstition spreader accused of kidnapping, incident warns

છેંતરપીડી / નરોડામાં વિધિના નામે પૈસા ખંખેરતા ભૂવાનો પર્દાફાશ, અંધશ્રદ્ધા ફેલાવનારે કર્યો અપહરણ આરોપ, ઘટના ચેતવતી

Vishal Khamar

Last Updated: 11:43 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં નરોડા ખાતે રહેતા નકલી ભુવો બની તાંત્રિક વિધિનાં નામે લોકોને છેતરતો હતો. રાહુલે અમુક લોકો પર અપહરણ તેમજ પૈસા પડાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

  • અમદાવાદમાં નકલી ભુવાનો થયો પર્દાફાશ
  • રાહુલ ઠાકોરે શખ્શો પર લગાવ્ય અપહરણનો આરોપ
  • 15 જેટલા શખ્શોએ માર મારી વીડિયો યુટ્યુબમાં અપલોડ કર્યો

 અમદાવાદના નરોડા વિસ્તારમાં નકલી ભુવાનો પર્દાફાશ થયો છે. નરોડા વિસ્તારમાં રહેતા રાહુલ ઠાકોર પર આરોપ છે કે તેને વિધિના નામલે લોકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે. આ આરોપ હેઠળ કેટલાક શખ્સોએ રાહુલ ઠાકોરને નિકોલ મંદિર પાસે લઇ ગયા હતા. જ્યાં 15 જેટલા શખ્સોએ તેને માર મારી તેનો વીડિયો યુટ્યુબમાં અપલોડ કર્યો હતો. વીડિયોમાં રાહુલ કબૂલે છે કે તેને લોકો પાસેથી ખોટી રીતે પૈસા પડાવ્યા છે. તો બીજી તરફ રાહુલ ઠાકોરે આ શખ્સો પર અપહરણનો આરોપ લગાવ્યો છે.

વીડિયો ડિલિટ કરવા માટે પૈસા માંગ્યાનો આરોપ
ભોગ બનનાર ભૂવો રાહુલ ઠાકોર પરિવાર સાથે નરોડામાં રહે છે. તા 28 જુલાઇએ ઘરે હાજર હતો ત્યારે રાજકોટના જ કેટલાક શખ્સો પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તમામે તેનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું અને બાદમાં માર મારી માથાના વાળ કાપી નાખ્યા હતા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે ડિલિટ કરવા માટે આ શખ્સોએ રૂપિયા 9 લાખ માગ્યા હતા. તેવો આરોપ રાહુલ ઠાકોરે લગાવ્યો હતો.

મને મંદિરે લઈ જઈ મારી જટાઓ બધુ કાપી નાંખ્યું હતુંઃ રાહુલ ઠાકોર
રાહુલ ઠાકોર જે પોતાની ઓળખાણ ભૂવા તરીકેની આપી રહ્યો છે તે શખ્શે જણાવ્યું હતું કે કિર્તીદાન દેઢાનો પહેલા મારી પર કોલ આવ્યો હતો. જે બાદ ફોન પર કિર્તીદાન દેઢાએ મને પૂછ્યું કે તમે આ બધા વીડિયો બનાવો છો. જે બાદ મેં કહેલ કે હવે હું આવા કોઈ વીડિયો નહી બનાવું ડીલીટ કરી દઈશ. મેં એમને એવું કીધું હતું. જે બાદ મારો વીડિયો બધી જગ્યાએ શેર કરી દીધો હતો.  જે બાદ મેં ફોન કરી તેઓને કહ્યું હતું કે તમે મારો વીડિયો હજુ સુધી ડિલીટ નથી કર્યો તમે હજુ સુધી મને કેમ આવી રીતે બદનામ કરો છે. જે બાદ તેઓ ગાડી લઈને આવ્યા હતા અને પોલીસની ઓળખાણ આપી મને અહીંયાથી મંદિરે લઈ ગયા હતા અને ત્યાં મારી જટાઓ બધુ કાપી નાંખ્યું હતું અને કહેલ કે તમે બધુ કબુલ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ