બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

VTV / Expected response from BJP-Congress came on Kumbhani's allegations but where is Nilesh Kumbhani?

મહામંથન / નિલેશ કુંભાણીના પ્રકરણમાં દોરીસંચાર કોનો? કુંભાણીની સ્ક્રીપ્ટ કોણે લખી?

Dinesh

Last Updated: 10:20 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: કુંભાણીના આક્ષેપો ઉપર ભાજપ-કોંગ્રેસના અપેક્ષા મુજબના જવાબ તો આવી ગયા છે પણ સવાલ એ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં?.

નિલેશ કુંભાણી પ્રકરણમાં નવો ટ્વીસ્ટ આવ્યો જ્યારે 21 એપ્રિલ પછી ગૂમ થયેલા નિલેશ કુંભાણી વીડિયોના માધ્યમથી પ્રગટ થયા. સવા પાંચ મિનિટના વીડિયોમાં નિલેશ કુંભાણીએ કોંગ્રેસ, ભાજપ અને પ્રતાપ દૂધાત તથા બાબુ માંગુકિયા ઉપર આરોપોનો મારો ચલાવ્યો. કુંભાણીના આક્ષેપો ઉપર ભાજપ-કોંગ્રેસના અપેક્ષા મુજબના જવાબ તો આવી ગયા છે પણ સવાલ એ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં?. બીજી તરફ યોગાનુયોગ કહો કે બીજું કોઈ પરિબળ પરંતુ કુંભાણીના ટેકેદારો પણ વલસાડથી આ વીડિયો પછી જ મળી આવ્યા અને પોલીસને નિવેદન આપ્યું કે તેમનું અપહરણ થયું નથી. હવે સવાલ ચોક્કસ થાય કે નિલેશ કુંભાણીએ ફોર્મ ભરવાથી લઈને તેની ઉમેદવારી રદ થઈ ત્યાં સુધી અને તે પછીના ઘટનાક્રમમાં દોરીસંચાર ખરેખર કોનો છે? નિલેશ કુંભાણીના પત્ની હજુ એવું જ કહે છે કે તેમના પતિ ક્યાં છે તેમની તેને ખબર નથી તો નિલેશ કુંભાણીએ હજુ સુધી તેના ઘરનાને કોઈ જાણ કરી નથી કે કેમ?, બાબુ માંગુકિયા VTV NEWS સાથેની ટેલિફોનિક વાતચીતમાં એવુ કહે છે કે નિલેશ કુંભાણીએ તેમનો સંપર્ક કર્યો નથી જયારે નિલેશ કુંભાણી કહે છે કે તે બાબુ માંગુકિયાના સંપર્કમાં હતા અને કોઈના ઈશારે વિરોધીઓ તેના ઘરે આવ્યા અને તે અમદાવાદ જતા અટકી ગયા. સમગ્ર ઘટનાક્રમમાં ખરેખર કોણ ફૂટી ગયું છે, પ્રતાપ દૂધાત ઉપર નિલેશ કુંભાણીએ કરેલા આરોપનું સત્ય શું છે.  

 

કુંભાણી ક્યાં હતા ?
નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યો છે. 21 એપ્રિલ પછી નિલેશ કુંભાણી ક્યાં હતા કોઈને ખબર નહતી. 5 દિવસે નિલેશ કુંભાણીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નિલેશ કુંભાણીએ આક્ષેપોનો મારો ચલાવ્યો છે, ત્યારે સવાલ એ છે કે કુંભાણીના પ્રકરણમાં દોરીસંચાર કોનો છે? કુંભાણીની ઉમેદવારી રદ થવાના પ્રકરણમાં કોણ ફૂટી ગયું? નિલેશ કુંભાણીનો વીડિયો આવ્યો પણ નિલેશ કુંભાણી છે ક્યાં?

કુંભાણીના વીડિયોનો સાર શું?
નિલેશ કુંભાણીને કોઈના ઈશારે રોકવામાં આવ્યા છે, કોંગ્રેસ નિલેશ કુંભાણીની સાથે નથી પણ સામે છે તેમજ અગાઉ કુંભાણીને ભાજપ તરફથી ઓફર આવી હતી. પ્રતાપ દૂધાત કુંભાણીની સાથે રહેવાનું કહીને ફરી ગયા

નિલેશ કુંભાણીનો કોંગ્રેસ ઉપર આરોપ
તેમણે કહ્યું કે, કોઈના ઈશારે મને હાઈકોર્ટમાં અરજી કરતા રોકવામાં આવ્યો છે. મારી રેલીમાં કોંગ્રેસના મહત્વના આગેવાનો સાથે નહતા. મારા રથમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જોડાતા નહતા. મને બૂથ અંગેની કોઈ માહિતી આપવામાં નહતી આવી તેમજ કાર્યકરોને બૂથની માહિતી આપવાની ના પાડવામાં આવી હતી. વિરોધ કરનારા પણ પહેલા ભાજપ સાથે બેઠા હતા. મારી સભા કે પ્રચારમાં કોંગ્રેસના આગેવાનો આવ્યા નહતા. 2017માં પણ મારી ટિકિટ કાપી નાંખવામાં આવી હતી. AAPના કાર્યકરો મારા માટે મહેનત કરતા હતા તો કોંગ્રેસનો વિરોધ હતો

નિલેશ કુંભાણીનો પ્રતાપ દૂધાત ઉપર આરોપ
તેમણે કહ્યું કે, પ્રતાપ દૂધાતને મેં મારી સાથે રહેવા કહ્યું હતું. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે ફોર્મ ભરતી વખતે હું સાથે આવીશ. મેં પ્રતાપ દૂધાતને પૂછીને ફોર્મ ભરવાની તારીખ નક્કી કરી. પ્રતાપ દૂધાત મારો ફોન નહતા ઉપાડતા તેમજ પ્રતાપ દૂધાતને આવવા માટે મેં મોવડીમંડળને કહ્યું હતું. પ્રતાપ દૂધાત મારી સાથે હોત તો આવી પરિસ્થિતિ ન થઈ હોત

નિલેશ કુંભાણીનો ભાજપ ઉપર આરોપ
તેમણે કહ્યું કે,  2017માં ભાજપ તરફથી મને જોડાવાની ઓફર હતી. 2017માં ભાજપે અપક્ષ તરીકે લડવા કહ્યું હતું. ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપવા 2017માં કહ્યું હતું. 2022માં ભાજપ તરફથી ઓછો પ્રચાર કરવા કહેવાયું હતું. ડોર ટુ ડોર પ્રચાર અને સભા ઓછી કરવા ભાજપે કહ્યું હતું
અમારા ઘણા સાથીઓએ કાર્યાલય બંધ કરવાની ભાજપની વાત સ્વીકારી છે. 2700 મત મળતા હોય ત્યાં પણ કાર્યકરો પ્રચાર કરવા જતા નહતા. કોંગ્રેસના કાર્યકરોએ પોતાના સંબંધીઓને ભાજપને મત આપવા કહ્યું હતું. પરેશ ધાનાણી 2022માં સભા માટે આવ્યા તે પહેલા કોંગ્રેસના આગેવાનોને ફોડી નાંખ્યા હતાં. કોંગ્રેસના આગેવાનોને ધાનાણીની સભામાં ન જવા કહેવામાં આવ્યું હતું

વાંચવા જેવું: અંતે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ: UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ, PM મોદીએ કહ્યું - 'વિપક્ષને નિરાશ કરશે'

કુંભાણીના આરોપ ઉપર ભાજપે શું કહ્યું?
ભાજપે કહ્યું કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસ પોતે ખોટી સાબિત થઈ એટલે દોષારોપણ ઉપર આવી છે. વીડિયોમાં દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવા સિવાય કશું જ નથી. અગાઉની ચૂંટણીમાં ભાજપે પ્રચાર કરતા રોક્યા હોવાની વાત ખોટી છે. ભાજપનો કાર્યકર કર્મઠ છે, કોઈ ષડયંત્ર રચવાની અમારે જરૂર નથી. નિલેશ કુંભાણીના પ્રકરણમાં બધા જવાબદારીથી છટકે છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ