બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Voting has ended in 88 seats for the second phase of the Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / અંતે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ: UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ, PM મોદીએ કહ્યું - 'વિપક્ષને નિરાશ કરશે'

Dinesh

Last Updated: 08:35 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, બીજો તબક્કો ઘણો સારો રહ્યો છે. ભારતભરના લોકોનો આભાર જેમણે આજે મતદાન કર્યું છે. એનડીએને જે અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે

લોકસભા ચૂંટણીને લઈ બીજા તબક્કા માટેનું 88 બેઠકો પર મતદાન સમાપ્ત થયો છે. જે કોઈ જગ્યાએ મતદાનની કતારો યથાવત છે ત્યાં હજુ પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 

ત્રિપુરામાં 76.23% મતદાન નોંધાયું
પાપ્ત માહિતી મુજબ 5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને બિહારમાં 53% મતદાન થયું છે જે આજની મતદાન પ્રક્રિયમાં સૌથી ઓછું મતદાન ગણવામાં આવે છે. જ્યારે ત્રિપુરામાં 76.23% મતદાન થયું છે. જે આજના માટેનું સૌથી વધુ મતદાન ગણવામાં આવે છે. અત્રે જણાવીએ કે,આજની મતદાન પ્રક્રિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર અને હેમા માલિનીની બેઠક પર પણ મતદાન થયું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને 5 કેન્દ્રીય મંત્રીઓ તેમજ 2 પૂર્વ મુખ્યમંત્રી સાથો સાથ 3 ફિલ્મ સ્ટાર ચૂંટણી મેદાને છે. 

પીએમ મોદી ટ્વીટ કર્યું
પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, બીજો તબક્કો ઘણો સારો રહ્યો છે. ભારતભરના લોકોનો આભાર જેમણે આજે મતદાન કર્યું છે. એનડીએને જે અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે તે વિપક્ષોને વધુ નિરાશ કરશે. મતદારો એનડીએનું સુશાસન ઈચ્છે છે. યુવા અને મહિલા મતદારો એનડીએને મજબૂત સમર્થન આપી રહ્યા છે.

વાંચવા જેવું:  સંદેશખાલીમાં CBIને હાથ લાગ્યો હથિયારોનો ભંડાર, ભાજપના મમતા સરકાર પર આતંકીઓને બચાવવાનો આરોપ

1,202 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ
ઈલેક્શન કમિશનની વિગતો મુજબ બીજા તબક્કામાં યોજાયેલા મતદાન માટે 1,202 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જેમાં 1,098 પુરૂષ અને 102 મહિલા ઉમેદવારો તેમજ બે ઉમેદવારો થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. જે 102 બેઠકો પર મતદાન થયું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ