બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભર ઉનાળે અંબાજીમાં કમોસમી વરસાદ: ભિલોડામાં તો મેઘરાજાએ બોલાવી ધડબડાટી, વાતાવરણમાં ઠંડક

ગુજરાતમાં વરસાદ / ભર ઉનાળે અંબાજીમાં કમોસમી વરસાદ: ભિલોડામાં તો મેઘરાજાએ બોલાવી ધડબડાટી, વાતાવરણમાં ઠંડક

Last Updated: 04:58 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના અંબાજી અને અરવલ્લીમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, અંબાજીમાં ચાલુ વરસાદે પણ મતદારો મત આપવા પહોંચ્યા હતાં

આજે લોકશાહીના મહાન અને પવિત્ર પર્વ સમાન લોકસભાની સામાન્‍ય ચૂંટણી - 2024નો દિવસ છે. ચૂંટણી પ્રસંગે મત આપવાનો આપણને હક અને અધિકાર છે તે સાથે પવિત્ર ફરજ પણ છે. ત્યારે આ શુભ દિવસે ગરમીની વચ્ચે બનાસકાંઠાના અંબાજી અને અરવલ્લીમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો તેમજ અમી છાંટણી વરસ્યા હતાં.

અંબાજીમાં ચાલુ વરસાદે મતદારોએ મતદાન કર્યું

કાળઝાળ ગરમી વચ્ચે યાત્રાધામ અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીની વચ્ચે અંબાજીમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે પણ મતદારો મત આપવા પહોંચ્યા હતાં. જ્યાં વરસાદ કારણે તેઓ ભીંજાયા હતાં છતાં તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારોએ ચાલું વરસાદે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.

વાંચવા જેવું: બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

ભિલોડા તાલુકામાં કમોસમી વરસાદ

તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભિલોડા તાલુકાના મોડાસાના ટીંટોઈ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવી ગરમીના બફારા વચ્ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ