ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રેમમાં કરી નાખ્યું! જાનુંને ફ્લેટ લેવડાવ્યો, પાસા થઈ તો તેણે બીજો મુરતિયો શોધ્યો, પછી ખૌફનાક બન્યું

ક્રાઇમ સ્ટોરી / પ્રેમમાં કરી નાખ્યું! જાનુંને ફ્લેટ લેવડાવ્યો, પાસા થઈ તો તેણે બીજો મુરતિયો શોધ્યો, પછી ખૌફનાક બન્યું

Published By: Vishal Dave

Last Updated: 08:52 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપી સુભાષ પટેલ કે જેણે પ્રેમિકાના પતિ પર છરીથી હુમલો કર્યો તેની પ્રેમિકાએ એક મહિના પહેલા શરદ પટેલ નામના યુવક સાથે લગ્ન કરી લેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદમાં મિલકતના વિવાદમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના પતિ પર છરીથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. 6 વર્ષના પ્રેમ સંબંધ બાદ પ્રેમિકાએ લગ્ન કરી લેતા પ્રેમી યુગલ વચ્ચે મિલકતનો વિવાદ ચાલતો હતો. ચાંદખેડા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

આરોપી સુભાષ પટેલ કે જેણે પ્રેમિકાના પતિ પર છરીથી હુમલો કર્યો તેની પ્રેમિકાએ એક મહિના પહેલા શરદ પટેલ નામના યુવક સાથે લગ્ન કરી લેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપી સુભાષે એક ફ્લેટ ખરીદીને પ્રેમિકાને રહેવા આપ્યો હતો, પરંતુ પ્રેમિકાએ લગ્ન કરી લેતા પ્રેમીએ બિલ્ડર પાસેથી ખરીદેલો ફ્લેટ કેન્સલ કરી દીધો હતો..જેથી બિલ્ડરે આરોપી સુભાષ અને તેની પ્રેમિકાને મિલકતને લઈને મળવા બોલાવ્યા હતા.આરોપીની પ્રેમિકા પોતાના પતિ શરદ પટેલ સાથે ગાડીમાં આવી હતી.આ દરમ્યાન આરોપી કારમાં બેસી ગયો અને શરદ પર છરીથી હુમલો કરીને ફરાર થઇ ગયો હતો.. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા.ચાંદખેડા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

chandkheda

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સુભાષ પટેલ અગાઉ બેટરીનો બિઝનેસ કરતો હતો.6 વર્ષ પહેલાં યુવતી તેમની કંપનીમાં નોકરી માટે આવી હતી.અને બંન્ને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપીએ ચાંદખેડામાં એક સ્કીમમાં 18 લાખ રૂપિયા ચૂકવીને ફ્લેટ ખરીદ્યો હતો..આ ફ્લેટમાં યુવતી અને તેની માતા રહેતા હતા.આરોપીને ધંધામાં નુકસાન થતા ધંધો બંધ થઈ ગયો હતો, અને આરોપીએ દારૂની હેરાફેરી શરૂ કરી હતી. બે મહિના પહેલાં જ આરોપી સુભાષ પ્રેમિકા સાથે દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.અને બંન્ને વિરુદ્ધ પોલીસે પાસા પણ કરી હતી.. યુવતીએ પાસામાંથી છૂટ્યા બાદ શરદ પટેલ સાથે લગ્ન કરી લીધા હતા.જેથી પ્રેમીએ પોતાની મિલકત પરત મેળવવા બિલ્ડરનો સંપર્ક ર્ક્યો હતો.જ્યારે પ્રેમિકા આ ફ્લેટ પોતાના નામે કરવાનું દબાણ કરી રહી હતી..જેથી બન્ને વચ્ચે મિલકતનો વિવાદ થતા આરોપીએ યુવતીના પતિને છરીના ઘા ઝીકીને મારામારી કરી હતી.

crime 2

આ પણ વાંચોઃ મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલનું કથિત પ્રેમ પ્રકરણ, SP સફીન હસને કરી કાર્યવાહી, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

ચાંદખેડા પોલીસે આરોપી સુભાષ પટેલ વિરુદ્ધ મારામરીનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપી મૂળ સાબરકાંઠાનો રહેવાસી છે.પરિણીત છે અને 3 બાળકોનો પિતા છે.. પતિ પત્ની અને વોના કિસ્સામાં મિલકત જ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime Story Attack Property Dispute

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ