ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલનું કથિત પ્રેમ પ્રકરણ, SP સફીન હસને કરી કાર્યવાહી, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

કાર્યવાહી / મહીસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલનું કથિત પ્રેમ પ્રકરણ, SP સફીન હસને કરી કાર્યવાહી, કિસ્સો ટોક ઓફ ધ ટાઉન

Last Updated: 11:27 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરમાં ખાખીને લજવતો કિસ્સો સામે આવ્યો છે. PI અને મહિલા કોન્સ્ટેબલના કથિત પ્રેમ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

મહીસાગર જિલ્લા પોલીસના એક PI અને કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના કથિત લગ્નેત્તર સંબંધોની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલો જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી પહોંચતા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી છે.

SP સફીન હસન દ્વારા કાર્યવાહી

મહીસાગર SP સફીન હસન દ્વારા મુંબઈ પોલીસ (શિક્ષા અને અપીલ) નિયમો 1956ના નિયમ-3(1-અ)(1) આધારે તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલને ફરજ મોકુફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સાથે પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મૂકાયા છે. મહીસાગર SP સફીન હસન દ્વારા 29-10-2025 તારીખે જાહેર કરવામાં આવેલા હુકમમાં જણાવવામાં આવ્યું છે કે જો આ ગેરવર્તણૂંક ખાતાકીય તપાસના અંતે પુરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફી જેવી ગંભીર શિક્ષામાં પરિણમી શકે છે.

vtv app promotion

ફરજ પર ચાલુ રાખવાથી સત્તાનો દુરઉપયોગ કરી સાક્ષી પુરાવાનો નાશ થઈ શકે તેમ હોવાથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

વધુ વાંચો: VIDEO: 'અરે સાહેબ જવા દો..'વડોદરા મનપાએ સાયકલમાં ફુગ્ગા વેચતા ગરીબોની આજીવિકા છીનવી, પગે પડી માં

મહિલા કોન્સ્ટેબલના પતિએ જ SP કચેરીએ જાણ કરી

આ કથિત પ્રેમ પ્રકરણમાં SP સુધી આ મામલો પહોંચવાનું મુખ્ય કારણ મહિલા કોન્સ્ટેબલના પતિ છે. મહિલા કોન્સ્ટેબલના પતિને આ સમગ્ર માહિતી મળતા, તેમના દ્વારા આ બાબતે SP કચેરીમાં જાણ કરવામાં આવતા જિલ્લા પોલીસવડા સફીન હસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કથિત પ્રેમપ્રકરણમાં કાર્યવાહીને પગલે સમગ્ર પોલીસ બેડામાં આ ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PI Constable Suspended Police Extramarital Relationship Mahisagar Police Affair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ