બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ex-IAS SK Langa of Gandhinagar arrested yesterday from Mount Abu in land scam case

ભ્રષ્ટાચાર / જૂનાગઢમાં 4 બંગલા, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ..., પૂર્વ IAS એસ.કે.લાંગાની બેનામી સંપત્તિનો પર્દાફાશ

Malay

Last Updated: 01:42 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Former IAS SK Langa case: ભ્રષ્ટાચાર કેસમાં માઉન્ટ આબુથી ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાની ગાંધીનગર SP કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની બેનામી સંપત્તિનો પર્દાફાશ થયો છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

  • જમીન કૌભાંડમાં પૂર્વ IAS એસ.કે.લાંગાની ધરપકડ
  • પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાને ગાંધીનગર SP ઓફિસ લવાયા
  • SP ઓફિસમાં પોલીસે એસ.કે લાંગાની પૂછપરછ શરૂ કરી
  • ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે.લાંગાની કરવામાં આવી છે ધરપકડ

ગાંધીનગરના પૂર્વ IAS એસ.કે.લાંગાની જમીન કૌભાંડ મામલે ગઈકાલે માઉન્ટ આબુથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેઓને માઉન્ટ આબુથી ગાંધીનગર SP કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. SP ઓફિસમાં પોલીસે એસ.કે લાંગાની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે રેન્જ IG અભય ચુડાસમા દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. 

મામલદારે સરકાર તરફથી નોંધાવી હતી ફરિયાદ
રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું કે, 2018-19ના ગાળમાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા એસ.કે. લાંગા વિરુદ્ધ મામલદારે સરકાર તરફથી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે મૂળસાણા, પેથાપુર સહિતના ગામોની જમીનમાં વહીવટી ગેરરીતિ આચરી આર્થિક લાભ મેળવી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યાની અને અપ્રમાણસર મિલકત વસાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે ડીવાયએસપી અમી પટેલના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.  

અભય ચુડાસમા (ગાંધીનગર રેન્જ આઇજી)

લાંબા સમયથી ફરાર હતા એસ.કે.લાંગા
તેમણે જણાવ્યું કે, આ કેસમાં એસ.કે.લાંગા ફરાર હતા, તેમની  ધરપકડ માટે પોલીસ પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે લાંગા માઉન્ટ આબુમાં સંતાયેલા છે. જે બાદ SIT ટીમ ત્યાં પહોંચી હતી. માઉન્ટ આબુના એક મકાનમાં  SIT ટીમે ઇલેક્ટ્રિસિટી બિલ માટે આવ્યાનું કહીને દરવાજો ખોલાવ્યો હતો. આ દરમિયાન એસ.કે.લાંગા અંદરથી મળી આવ્યા હતા. જે બાદ તેમને માઉન્ટ આબુથી ગાંધીનગર લાવવામાં આવ્યા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. એસ.કે.લાંગાના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ બાદ તેમની વિસ્તૃત પૂછપરછ કરવામાં આવશે. જે કાઈ હકીકતો નીકળશે તે આપને જણાવવામાં આવશે.  

Former IAS SK Langa arrested in Gandhinagar

તપાસમાં બેનામી સંપત્તિની માહિતી મળી છેઃ અભય ચુડાસમા
વધુમાં અભય ચુડાસમાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં 20 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં મૂળસાણા, પેથાપુર ગામનું પ્રકરણ સામે આવ્યું છે. તપાસમાં બેનામી સંપત્તિની માહિતી મળી છે. તેમની પાસે જૂનાગઢમાં 4 બંગલા અને માતરમાં જમીન છે. હજી ઘણી બધી માહિતી સામે આવી રહી છે. એસ.કે.લાંગાની અનેક પ્રોપર્ટી પણ મળી આવી છે. જમીન પ્રમાણપત્ર પણ શંકાસ્પદ છે. વધુ વિગતો પૂછપરછ બાદ સામે આવશે.

આ ભ્રષ્ટાચાર કેસમાં બળવંત ગઢવીનું પણ નામ સામે આવ્યું છે. બળવંત ગઢવી નામના પાર્ટનરનું પણ આ કેસમાં નામ સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે, બળવંત ગઢવી વટવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હતા. વટવામાં બહારના ઉમેદવાર હોવા મુદ્દે વિરોધ થયો હતો. છતાં પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો પણ તેમની પર આક્ષેપ થયો હતો . બળવંત ગઢવીએ ફોર્મમાં રૂ. 28.81 કરોડની સંપત્તિ દર્શાવી હતી.

એસ.કે.લાંગા સામે કેસ શું છે?

  • ગાંધીનગર પૂર્વ IAS એસ કે લાંગાની ધરપકડ
  • જમીન ખોટી રીતે આપી દેવાના કેસમાં કરાઇ ધરપકડ
  • જમીન કૌભાંડ સમયે ગાંધીનગરના કલેક્ટર હતા એસ.કે. લાંગા
  • ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે.લાંગાની થઇ ધરપકડ
  • સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યાનો આરોપ છે
  • ગાંધીનગરમાં કેતન ધૃવ નામના આરોપીએ કરી હતી ફરિયાદ 
  • ખોટા દસ્તાવેજ અને સત્તાનો દૂરઉપયોગ કરવા બાબતે થઇ હતી ફરિયાદ 
  • માતર વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યા હતા
  • કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને અપાવી
  • બિન ખેડૂતોને ખેડૂત બનાવી જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ કર્યુ

કોણ છે એસ.કે.લાંગા?

  • એસ.કે.લાંગા ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે રહ્યા
  • લાંગા 6 જિલ્લામાં RAC,DDO અને કલેકટર પદે રહ્યા છે
  • AMCમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે
  • લાંગાની સાથે તેમની સાથેના અધિકારી પણ વિવાદમાં રહ્યાં છે
  • ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેમની સામે ગુનો દાખલ થયેલો છે
  • ખાનગી વ્યક્તિને જમીનનો લાભ અપાવતા પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો

એસ.કે.લાંગાની સંપત્તિ કેટલી?

  • એસ.કે.લાંગા તેમના મળતિયા અને સંબંધીના નામે અઢળક સંપત્તિ
  • જમીનોના સોદામાં ભાગ પણ રહેતો હતો
  • અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ અનેક દુકાનો હોવાની ચર્ચા
  • પરિવારના સભ્યના નામે પણ અનેક પ્રોપર્ટી
  • રાઇસ મિલમાં ભાગીદારી હોવાની ચર્ચા 
  • જૂનાગઢમાં 4 બંગલા અને અને માતરમાં જમીન છે. 

માતરનો મામલો શું હતો?

  • માતરમાં બિન ખેડૂતોની તપાસમાં દસ્તાવેજોની ચકાસણી થયો હતો પર્દાફાશ 
  • માતર તાલુકાના વિરોજા ગામે ખરીદી હતી જમીન
  • રેકર્ડ અને કાગળની ચકાસણી દરમિયાન ખોટી રીતે ખેડૂત બન્યાની ચર્ચા 
  • ખેડૂત બન્યા તે અંગે જરૂરી પુરાવા રજૂ કરવા નોટિસ અપાઇ હતી
  • નોટિસ બાદ લાંગા ખેડૂત હોવાના પૂરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરાઇ હતી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ