બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Even after two marriages and many affairs, Kamal Haasan lives alone today, something is happening in his love life

મનોરંજન / બે લગ્ન અને અનેક અફેર પછી પણ આજે એકલા રહે છે કમલ હાસન, કંઇક આવી રહી એમની લવ લાઈફ

Megha

Last Updated: 02:05 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સિનેમાના સુપરસ્ટાર કમલ હાસન આજે એમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કમલ એમના જીવનમાં ઘણા કલરફુલ રહ્યા અને તેના બે લગ્ન અને ઘણા અફેર હતા, તેમ છતાં તે આજે એકલા રહે છે.

  • કમલ હાસન એમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે 
  • કમલ હાસન એમના જીવનમાં ઘણા કલરફુલ રહ્યા છે
  • બે લગ્ન અને ઘણા અફેર હતા છતાં આજે તેઓ એકલા છે 

કમલ હાસનની મજબૂત ફેન ફોલોઈંગ છે. કમલને 'ચાચી 420'માં અભિનય કરતા જોઈને બધા તેના દિવાના થઈ ગયા હતા. અભિનેતા દ્વારા માત્ર પુરુષ પાત્ર જ નહીં પરંતુ સ્ત્રી પાત્રને પણ કાયમ માટે યાદગાર બનાવી દેવામાં આવ્યું છે. આજે કમલ હાસનનો જન્મદિવસ છે, એવામાં આજે એમના 69માં જન્મદિવસ પર અમે તમને તેના પ્રેમ સંબંધો વિશે  થોડી વાતો જણાવશું. 

કમલ હાસન એમના જીવનમાં ઘણા કલરફુલ રહ્યા છે. તેના બે લગ્ન અને ઘણા અફેર હતા, તેમ છતાં તે આજે એકલા રહે છે. 70ના દાયકામાં કમલને તે સમયની પ્રખ્યાત અભિનેત્રી શ્રીવિદ્યા સાથે પ્રેમ થઈ ગયો હતો. શ્રીવિદ્યાએ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં ફિલ્મો કરી છે. બંને સ્ટાર્સ વચ્ચેના અફેરની વાતો ખૂબ ચર્ચામાં રહી હતી. એટલું જ નહીં, આ કપલે ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું હતું. તેમ છતાં તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહતો. 

બ્રેકઅપ બાદ કમલ હાસને 1978માં ડાન્સર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે તેની ઉંમર 24 વર્ષની હતી. તે જ સમયે, લગ્નની શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ 10 વર્ષ પછી એટલે કે વર્ષ 1988 માં, કપલના છૂટાછેડા થઈ ગયા. આ પછી અભિનેત્રી સારિકા ઠાકુર કમલના જીવનમાં આવી અને તેઓનું અફેર ચાલ્યું હતું. બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા જે બાદ સારિકા પ્રેગ્નન્ટ થઈ હતી. જ્યારે શ્રુતિનો જન્મ થયો ત્યારે કમલે સારિકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ પછી તેમની બીજી દીકરી અક્ષરાનો જન્મ થયો. જો કે આ લગ્ન પણ ટકી શક્યા નહીં. 16 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા.

કમલનું તેની પત્નીના મિત્ર સાથે અફેર
કમલ અને સારિકાના લગ્ન તૂટવાનું કારણ તેની પત્નીની મિત્ર ગૌતમી સાથેનું અફેર હતું. ગૌતમી અને કમલની નિકટતા વધતી જતી હતી. બીજા છૂટાછેડા પછી અભિનેતા ગૌતમીને ડેટ કરી રહ્યો હતો. આ સંબંધ પણ 13 વર્ષના સંબંધ બાદ ખતમ થઈ ગયો. આ પછી અભિનેતાનું નામ પોતાનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સિમરન બગ્ગા સાથે પણ જોડાયું હતું. કમલ હાસન હવે કોઈ સંબંધમાં નથી અને એકલા જીવનનો આનંદ માણી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ