બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે PF ટ્રાન્સફર થશે ઓટોમેટિક, 5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ થશે તરત મંજૂર

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / હવે PF ટ્રાન્સફર થશે ઓટોમેટિક, 5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ થશે તરત મંજૂર

Last Updated: 02:58 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFOએ નોકરીયાત લોકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. નવા ડિજિટલ સિસ્ટમના કારણે હવે PF સંબંધિત કામો વધુ સરળ અને ઝડપી બનવાના છે.

1/6

photoStories-logo

1. હવે PF ટ્રાન્સફર થશે ઓટોમેટિક

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા સેન્ટ્રલાઇઝ્ડ IT સિસ્ટમ (CITES) લાગુ કરવામાં આવી છે. તેના કારણે PF ઉપાડવું, ટ્રાન્સફર કરવું અને બેલેન્સ ચેક કરવું પહેલાં કરતાં વધુ સરળ બનશે. સૌથી મોટી વાત એ છે કે હવે 5 લાખ રૂપિયા સુધીનો એડવાન્સ ક્લેમ ઓટોમેટિક મંજૂર થશે. નોકરી બદલતા જ PF પણ આપોઆપ નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઓટો સેટલમેન્ટની મર્યાદા હવે 5 લાખ રૂપિયા

અગાઉ PF એડવાન્સ ક્લેમ માટે ઓટો સેટલમેન્ટની મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. EPFOએ હવે તેને વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દીધી છે. ઉપરાંત PF ઉપાડવા સંબંધિત 13 જટિલ નિયમોને દૂર કરીને માત્ર ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં જરૂરિયાત, મકાન અને વિશેષ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. હવે સભ્યો પોતાના PF બેલેન્સના 75 ટકા સુધીની રકમ સરળતાથી ઉપાડી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ક્લેમ પ્રક્રિયા બનશે વધુ સરળ

નવી સિસ્ટમમાં ક્લેમ ફાઇલ કરતી વખતે જ સભ્યને ખબર પડી જશે કે તે કેટલી રકમ ઉપાડી શકે છે. જો કોઈ વ્યક્તિ મર્યાદા કરતાં વધુ રકમ દાખલ કરશે તો તરત જ એલર્ટ મળી જશે. ફોર્મમાં ભૂલ કે ખામી હશે તો તેની પણ અગાઉથી જાણ થશે. જેના કારણે ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. ક્લેમ મંજૂર થતાં જ રકમ સીધી બેંક ખાતામાં જમા થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નોકરી બદલતા જ PF થશે ઓટોમેટિક ટ્રાન્સફર

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે PF ટ્રાન્સફર હંમેશા મુશ્કેલ પ્રક્રિયા માનવામાં આવતી હતી. હવે નવી સિસ્ટમ હેઠળ નોકરી બદલતા જ PF આપોઆપ નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. તેના માટે કોઈ અલગ અરજી કરવાની જરૂર નહીં રહે. તેમજ જૂની કે નવી કંપનીની મંજૂરીની રાહ પણ જોવી નહીં પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 15 જુલાઈ સુધી મળશે વ્યાજની રકમ

PF ખાતાધારકો માટે સારા સમાચાર એ છે કે 15 જુલાઈ સુધીમાં લગભગ 34 કરોડ ખાતાઓમાં 8.25 ટકા વ્યાજ જમા થઈ જશે. સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટેડ બનતાં હવે વ્યાજ માટે લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે. આશરે 1.44 લાખ કરોડ રૂપિયાનું વ્યાજ સીધું ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. ઉપરાંત ક્લેમની અંતિમ મંજૂરીની તારીખ સુધી PF પર વ્યાજ મળતું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પેન્શનધારકોને પણ મળી મોટી સુવિધા

નવી ડિજિટલ વ્યવસ્થાનો લાભ EPS પેન્શનધારકોને પણ મળશે. હવે તેઓ દેશના કોઈપણ PF કાર્યાલયમાં જઈને જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. પેન્શન દેશના કોઈપણ બેંક ખાતામાં સરળતાથી મેળવી શકાશે. PPO કયા કાર્યાલય સાથે જોડાયેલું છે તેની કોઈ અસર નહીં રહે. આ બદલાવથી લાખો પેન્શનધારકોને મોટી સુવિધા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Provident Fund Claim PF Transfer EPFO Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ