બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Entry of rain in 59 talukas of Gujarat in last 24 hours

મેઘમહેર / જાંબુઘોડામાં 3.7 ઇંચ, ગોધરામાં સાડા ત્રણ ઇંચ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 59 તાલુકામાં મેઘરાજાએ બોલાવી રમઝટ

Kishor

Last Updated: 05:16 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાનાં વિધિવત આગમન પહેલા જ મેઘરાજા ગુજરાત પર વ્હાલ વર્ષાવી રહ્યા છે.પરિણામે રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

  • ગુજરાત પર મેઘરાજાનું વ્હાલ
  • રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો
  • સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 3.7 ઇંચ વરસાદ

ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 3.7 ઇંચ વરસાદ, ગોધરામાં 3.5 ઇંચ,વડોદરાના દેસરમાં 2.7 ઇંચ, આણંદમાં 2.4 ઇંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં 1.75 ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં 1.5 ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.


વધુમાં પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના ડભોઈ અને પંચમહાલના ઘોઘંબામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ, મધ્ય ગુજરાતમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી. જ્યારે મેઘરાજા આજે સવારે પણ મધ્ય ગુજરાત પર મહેરબાન બન્યા હતા. સવારના છથી આઠ વાગ્યા વચ્ચે પંચમહાલના ગોધરામાં સાડા ત્રણ ઇંચ, કાલોલ-હાલોલમાં બે-બે ઇંચ, વડોદરાના દેસરમાં બે ઇંચ, સાવલીમાં પોણા બે ઇંચ, આણંદના ઉમરેઠમાં સવા ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં સવા ઇંચ, આણંદ અને ખેડાના ગળતેશ્વરમાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો.

વડોદરામાં સતત બે દિવસના બફારા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. વડોદરાના ડભોઈમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આણંદના ઉમરેઠમાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડાકોરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં રણછોડરાયજીના મંદિરની બહાર વરસાદી પાણી ભરાવાથી શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડાકોરના તમામ રોડ પર નદી-નાળાં જેવાં દૃશ્યો સર્જાયાં છે

 

બફારાથી લોકો તોબા પોકારી ઊઠ્યા અમદાવાદીઓ

અમદાવાદમાં બફારાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. આજે પણ આકાશમાં વરસાદી વાદળાંઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જોકે શનિવાર અને રવિવારની રજાઓમાં વરસાદથી લોકોને ખાસ હેરાન નહીં થવું પડે, પરંતુ સોમવારથી એટલે કે ઉઘડતા અઠવાડિયાથી શહેરમાં વરસાદની એન્ટ્રી થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં તા. ૨૬, ૨૭, ૨૮ અને ૨૯ જૂન   એમ ચાર દિવસ વરસાદ પડી શકે છે.

જગતના તાતની ખુશીનો પાર ન રહ્યો

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરા-નગર હવેલી, દાહોદ, મહીસાગર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે, જ્યારે ૨૬ જૂને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. ૨૭ જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈને પશ્ચિમના ભારે પવનો રાજ્યને વરસાદથી તરબોળ કરશે તેવી ખેડૂતોને ખુશખુશાલ કરનારી આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રનું વહન આ બંને વચ્ચે ખાંચો પડતો નથી, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે.સવારના આઠથી દસ વચ્ચે આણંદમાં દોઢ ઇંચ વરસાદ આજે સવારના આઠથી દસ વાગ્યા વચ્ચે આણંદમાં દોઢ ઇંચ, ઠાસરા, દેસર, નડિયાદ, ઉમરેઠ અને ધાનપુરમાં એક ઇંચ તો દેવગઢબારિયા, પેટલાદ, બોરસદમાં અડધો ઇંચ વરસાદ વરસતાં જગતના તાતની ખુશીનો પાર રહ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ