બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Kantara ચેપ્ટર 1'ને માત્ર 15 દિવસ જ બાકી, 30 દેશોમાં થશે રિલીઝ, છતાંય ટ્રેલર હજુ બાકી!

મનોરંજન / 'Kantara ચેપ્ટર 1'ને માત્ર 15 દિવસ જ બાકી, 30 દેશોમાં થશે રિલીઝ, છતાંય ટ્રેલર હજુ બાકી!

Shilpa Parmar

Last Updated: 01:06 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kantara Chapter 1 release date : સૌથી વધારે રાહ જોવાતી ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' 30 દેશોમાં રિલીઝ થવાની છે, પરંતુ રિલીઝ પહેલા હજુ સુધી ફિલ્મનું ટ્રેલર આવ્યુ નથી. જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ઋષભ શેટ્ટીની 2022 માં આવેલી 'કાંતારા' જોયા બાદ લોકો તેમના ફેન થઈ ગયા છે અને તેમની ફિલ્મોને વધુ એક્સપ્લોર કરવા માંગે છે. જ્યારે તેનો બીજો ભાગ ‘કાંતારા: ચેપ્ટર 1’ જાહેર થયો, ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ખાસ વાત એ છે કે ‘કાંતારા: ચેપ્ટર 1’ સિક્વલ નહીં પરંતુ પ્રિક્વલ છે. પહેલી ફિલ્મમાં દર્શકોએ પંજુરલી દેવતાના ભક્તોની વાર્તા જોઈ હતી, હવે વાર્તા ત્યાંથી પણ પાછળ જવાની છે. આ કારણે જ આ ફિલ્મ માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહને બ્લોકબસ્ટરમાં ફેરવવા માટે હોમ્બલ ફિલ્મ્સે ઘણા મજબૂત પ્લાન્સ બનાવ્યા છે.

‘કાંતારા: ચેપ્ટર 1’ રિલીઝ પ્લાન્સ

2022માં ઋષભ શેટ્ટીની ફિલ્મ પહેલા ફક્ત કન્નડ ભાષામાં જ રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ અને ખૂબ વખાણ મળતા બીજી ભાષાના દર્શકોએ પણ પોતાની ભાષામાં ફિલ્મ જોવાની માંગ કરી. ત્યાર બાદ હોમ્બલ ફિલ્મ્સે કન્નડ રિલીઝ પછી બે અઠવાડિયામાં હિન્દી અને અન્ય ભાષાઓમાં ફિલ્મ રિલીઝ કરી.

ફિલ્મ ધીમે ધીમે દરેક ભાષાના દર્શકોને ગમી ગઈ અને તેના અલગ અલગ વર્ઝન બોક્સ ઓફિસ પર હિટ સાબિત થયા. એટલે આ વખતે તો નિશ્ચિત છે કે ‘કાંતારા: ચેપ્ટર 1’ના મેકર્સ તેને દરેક ભારતીય ભાષામાં મોટા પાયે રિલીઝ કરશે.

ખાસ કરીને પહેલી ફિલ્મને હિન્દી માર્કેટમાં ભારે પ્રતિસાદ મળ્યો હોવાથી આ વખતે હિન્દી દર્શકોને ટાર્ગેટ કરવા ખાસ પ્લાન બનાવાયો છે. તાજેતરમાં જ રિપોર્ટ્સ આવી કે ફિલ્મનું એક પ્રમોશનલ સોંગ પણ આવશે, જેના માટે મેકર્સે જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંઝ સાથે હાથ મિલાવ્યો છે.

ભારતમાં જ નહીં, વિદેશોમાંમાં પણ એટલો જોશ

ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ હોમ્બલ ફિલ્મ્સ આ ફિલ્મને ભવ્ય રિલીઝ આપવા ઈચ્છે છે. આ માટે તેઓ એવું કંઈક કરી રહ્યા છે, જે ભારતીય સિનેમા માટે ખૂબ મોટી સિદ્ધિ છે. એક રિપોર્ટ મુજબ, ‘કાંતારા: ચેપ્ટર 1’ એકસાથે 30 દેશોમાં રિલીઝ થવાની છે. યુકે, યુએસ, ખાડી દેશો, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ સિવાય જાપાન, જર્મની અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં પણ ફિલ્મ રિલીઝ થશે. પરંતુ આવા જબરદસ્ત પ્લાન પહેલાં જે એક વસ્તુની સૌથી વધારે જરૂર છે એટલે કે પ્રમોશન એ હજુ સુધી દેખાય રહ્યું નથી.

શું ફિલ્મની રિલીઝ ડેટ પાછળ જશે?

‘કાંતારા: ચેપ્ટર 1’ની જાહેરાત નવેમ્બર 2023માં થઈ હતી. સાથે જ શેર કરાયેલા ફર્સ્ટ લુક વીડિયોએ ફિલ્મ માટે લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. પરંતુ ત્યાર પછી ફક્ત એક પોસ્ટર જ બહાર આવ્યું છે. હજુ સુધી કોઈ નવું પોસ્ટર કે ટીઝર રજૂ કરવામાં આવ્યું નથી.

આ ફિલ્મ નિશ્ચિતપણે 2025ની સૌથી ચર્ચિત ભારતીય ફિલ્મોમાંથી એક છે. રિલીઝ માટે હવે ફક્ત 15 દિવસ બાકી છે, પરંતુ પ્રમોશન તો શરૂ જ નથી થયું. ટ્રેલર ક્યારે આવશે તેની કોઈ અધિકૃત માહિતી પણ મળી નથી. એટલા માટે ફેન્સમાં આ શંકા વધી રહી છે કે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ જશે કે શું?

હોમ્બલ ફિલ્મ્સે 2023માં પણ આવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. ત્યારે પ્રભાસ અભિનીત ‘સલાર’ની રિલીઝ તારીખ સપ્ટેમ્બર નક્કી થઈ હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શનમાં વિલંબને કારણે લાસ્ટ મૂવમેન્ટ પર રિલીઝ ડેટ બદલીને ડિસેમ્બર કરી દેવામાં આવી હતી.

વધુ વાંચો : અક્ષય કુમારની ‘Jolly LLB 3’ પર CBFCની કાતર ચાલી, કટ્સ બાદ મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

ફેન્સ ‘કાંતારા: ચેપ્ટર 1’ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ એવી ફિલ્મ છે કે જો હિટ થઈ તો આખા દેશમાં ધમાકો મચાવશે. પરંતુ જો આ વખતે પણ લાસ્ટ મૂવમેન્ટ પર રિલીઝ ડેટ પાછળ ધકેલવા આવશે, તો ફેન્સનો ઉત્સાહ નારજગીમાં બદલાય શકે છે. સાથે સાથે હોમ્બલ ફિલ્મ્સની પ્રતિષ્ઠા પર પણ અસર થશે, કારણ કે ‘KGF 2’ અને ‘સલાર’ પછી તેમની આ ત્રીજી એવી ફિલ્મ હશે, જેની રિલીઝ ડેટમાં ફેરફાર કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishab Shetty Kantara new movie Kantara Chapter 1 trailer update Kantara Chapter 1 release date
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ