બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અક્ષય કુમારની ‘Jolly LLB 3’ પર CBFCની કાતર ચાલી, કટ્સ બાદ મળ્યું U/A 16+ સર્ટિફિકેટ
Last Updated: 04:27 PM, 16 September 2025
Jolly LLB 3: સુભાષ કપૂર દિગ્દર્શિત કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'Jolly LLB 3' 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી સાથે જોવા મળશે. બંને કોર્ટમાં એકબીજા સાથે લડતા જોવા મળશે. આ ફિલ્મને સેન્સર બોર્ડ (CBFC) દ્વારા પાસ કરવામાં આવી છે. જોકે પાસ થાય તે પહેલાં સેન્સર બોર્ડે આ ફિલ્મ પર કાતર પણ ચલાવી છે. કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
'Jolly LLB 3' માં સેન્સર બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફેરફારો ખૂબ જ નાના છે અને ફિલ્મને કોઈપણ રીતે અસર કરતા નથી. એક અહેવાલ મુજબ પહેલા તો તેમાંથી જૂનું ડિસ્ક્લેમર દૂર કરવામાં આવ્યું છે અને એક નવું ડિસ્ક્લેમર ઉમેરવામાં આવ્યું છે. ફિલ્મમાં જ્યાં પણ આલ્કોહોલના સીન છે ત્યાં બ્રાન્ડને ઝાંખી કરવામાં આવી છે. એટલું જ નહીં આ વર્ષની શરૂઆતમાં જ મેકર્સને સ્થળ માટે કાલ્પનિક નામનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
Jolly LLB 3 ફિલ્મના એક સીનમાંથી એક અપશબ્દ પણ દૂર કરવામાં આવ્યો છે. એક દ્રશ્ય છે જેમાં કેટલાક પોલીસ એક વૃદ્ધ મહિલાને હેરાન કરી રહ્યા છે. તે sin પણ બદલવામાં આવ્યું છે. તે જ સીનમાં એક સંવાદ પણ બદલવામાં આવ્યો છે અને એક સીનમાં લોગો પણ બદલવામાં આવ્યો છે. બીજા એક સીનમાં અભિનેત્રી સીમા બિશ્વાસ એક ફાઇલ પકડીને જોવા મળે છે. ફાઇલ પર એક લોગો છે. જે ઝાંખો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સીમા બિસ્વાસ જાનકી નામનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મના બીજા ભાગમાં એક સંવાદ બદલીને 'जानकी अम्मा का गांव सिर्फ एक…चेक मुंह पर फेंककर मारा.’ આ રીતે કરાયો છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સીમા બિસ્વાસ ઉપરાંત, હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મમાં જોવા મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: યુવરાજસિંહ, રોબિન ઉથપ્પા, સોનું સુદ આવ્યા EDના લપેટામાં, આ કેસમાં હાજર થવા આદેશ

ADVERTISEMENT
આ બધા ફેરફારો પછી CBFC એ આ ફિલ્મને U/A 16+ પ્રમાણપત્ર આપ્યું છે. આનો અર્થ એ છે કે આ ફિલ્મ 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે યોગ્ય છે. જો કે તેનાથી નાના બાળકોને ફિલ્મ જોવા માટે માતાપિતાના માર્ગદર્શનની જરૂર છે. ફિલ્મને 2 સપ્ટેમ્બરના રોજ પ્રમાણપત્ર મળ્યું. જો કે હવે તેના વિશે માહિતી બહાર આવી છે. આ ફિલ્મનો રનટાઇમ 157.16 મિનિટ છે. એટલે કે 2 કલાક 37 મિનિટ અને 16 સેકન્ડ. આ શુક્રવારે રીલીઝ થઈ રહેલી Jolly LLB 3 ને તેના પહેલા 2 પાર્ટની સામે શું રિસ્પોન્સ મળે છે તે જોવું રહયું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.