ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / યુવરાજસિંહ, રોબિન ઉથપ્પા, સોનું સુદ આવ્યા EDના લપેટામાં, આ કેસમાં હાજર થવા આદેશ

કાર્યવાહી / યુવરાજસિંહ, રોબિન ઉથપ્પા, સોનું સુદ આવ્યા EDના લપેટામાં, આ કેસમાં હાજર થવા આદેશ

Published By: Priykant Shrimali

Last Updated: 12:53 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Online Betting Case : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હવે બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા અને અભિનેતા સોનુ સૂદ સામે પણ કાર્યવાહી શરૂ કરી, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Online Betting Case : ઓનલાઇન સટ્ટાબાજી કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હવે બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. EDએ બંનેને સમન્સ પાઠવીને દિલ્હીમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.

સૂત્રો મુજબ રોબિન ઉથપ્પાને 22 સપ્ટેમ્બર અને યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદને 24 સપ્ટેમ્બરના રોજ દિલ્હી સ્થિત તેના મુખ્યાલયમાં પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.

સટ્ટાબાજી એપ 1xBet સાથે કનેક્શન

હવે તમને થશે કે EDએ કેમ આ કાર્યવાહી શરૂ કરી તો EDની કાર્યવાહીનું કેન્દ્રબિંદુ વિદેશી ઑનલાઇન સટ્ટાબાજી એપ 1xBet છે. આ એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં ED દ્વારા વિશાળ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે. યુવાનોએ પસંદ કરતી આ એપનો ઉપયોગ કરી અનેક ઈલિગલ ટ્રાન્ઝેક્શન્સ થયાની આશંકા છે. આ પહેલા પણ સુરેશ રૈના અને શિખર ધવન જેવા ક્રિકેટરોને સમન્સ મોકલવામાં આવ્યા હતા. એવી ધારણા છે કે, આ તમામ ક્રિકેટર્સે સંદિગ્ધ રીતે 1xBet અથવા તેના પ્રમોશનથી સંબંધ ધરાવ્યા હતા જેને લઇને EDના રડાર પર આવ્યા છે.

PMLA હેઠળ તપાસ

આ સમગ્ર કેસની તપાસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. ED માને છે કે, આ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મોટા પાયે કાળા નાણાંની હેરફેર થઇ છે. હવે EDની પૂછપરછમાં અહીંથી વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : 9 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે વેકેશન મનાવવા ઉપડ્યો અભિનેતા, લોકોએ કહ્યું પહેલા લગ્ન કરો પછી રોમાંસ કરો

નોંધનિય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છેલ્લા ઘણા મહિનાઓથી અલગ-અલગ રાજ્યમાં આવા સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે પગલાં લઈ રહ્યું છે. 1xBet અને તેના સંબંધિત સાથીદારોને લઈને અનેક FIR નોંધાઈ ચૂકી છે અને હવે પ્રશાસન તેની મદદરૂપ રહેલી પ્રખ્યાત હસ્તીઓ સામે પણ પગલાં લઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonu sood Online betting case Yuvraj Singh

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ