બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / લાગે છે સુનામી લઇને આવશે ફિલ્મ Pushpa 3, ટકરાશે અલ્લુ અર્જુન vs સલમાન ખાન!

મનોરંજન / લાગે છે સુનામી લઇને આવશે ફિલ્મ Pushpa 3, ટકરાશે અલ્લુ અર્જુન vs સલમાન ખાન!

Published By: Vidhata Gothi

Last Updated: 01:25 PM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpa 3: ઉત્સુક્તાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મ પુષ્પા 3ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. એવા અહેવાલો આવ્યા છે કે પુષ્પા 3માં અલ્લુ અર્જુન સામે વિલનની ભૂમિકામાં સલમાન ખાન જોવા મળી શકે છે.

Pushpa 3 Update: ઘણી ફિલ્મો એવી છે કે જેની સિક્વલની ભારે ઉત્સુકતાથી રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મોની લિસ્ટમાં અલ્લુ અર્જુનની પુષ્પા 3 પણ સામેલ છે. પુષ્પા 2 ડિસેમ્બર 2024 માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1871 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મના પહેલા પાર્ટને પણ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. પણ હજુ પુષ્પા 3ને રીલીઝ થવામાં સમય લાગશે. તાજેતરમાં જ ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી હતી.

માહિતી પ્રમાણે, પુષ્પા 3ના પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ચૂક્યું છે, જેના માટે એક ઓફિસ પણ ભાડે લેવામાં આવી છે. આ તબક્કે ફિલ્મની વાર્તા પર ચર્ચા કરવામાં આવશે. કારણ કે સુકુમાર અને અલ્લુ અર્જુન હાલમાં અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે પુષ્પા 3 માં સલમાન ખાન પણ જોવા મળી શકે છે. પુષ્પા 2માં ભંવર સિંહ શેખાવત એટલે કે ફહદ ફાસિલનો રોલ ખતમ કરી દેવામાં આવ્યો હતો. આ પછીથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ત્રીજા પાર્ટમાં વિજય દેવરાકોંડા વિલન બનીને ફિલ્મમાં એન્ટ્રી લેશે અથવા ફહદ ફાસિલ ફરીથી બતાવવામાં આવશે. પણ હવે એવું લાગી રહ્યું છે કે સલમાન ખાન બધાનું પત્તું કાપી નાંખશે. આ ફિલ્મમાં તેમણે એટલી સોલિડ રીતે લાવવામાં આવશે કે દરેકના હોશ ઊડી જશે.

પુષ્પા 3માં સલમાન ખાન?

ઇન્ટરનેટ પર એવા અહેવાલો ફરી રહ્યા છે કે સલમાન ખાનની પુષ્પા 3માં એન્ટ્રી થઈ શકે છે. પુષ્પા દેશની સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાંની એક છે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ તેને અલગ લેવલ પર લઈ જવાની યોજના બનાવી રહ્યા છે. ત્યારે ત્રીજા પાર્ટમાં સલમાન માટે એક નવું પાત્ર રજૂ કરવામાં આવી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની સાથે Mythri Movie Makers એક સ્વતંત્ર ફિલ્મમાં તેમની સાથે કામ કરી શકે છે. આ યુનિવર્સમાં સલમાન ખાન એક કરોડપતિ માસ્ટરમાઇન્ડ અને બિઝનેસ ટાયકૂન તરીકે જોવા મળી શકે છે. આ એક નકારાત્મક ભૂમિકા હશે. તેમના પાત્રનું નામ સુલતાન હોવાનું કહેવાઈ રહ્યું છે, જે તેમણે 10 વર્ષ પહેલાં કરેલી બોલિવૂડ ફિલ્મ હતી.

vtv app promotion

જોકે, સલમાન ખાનની એન્ટ્રીના અહેવાલોએ બે અટકળોને વેગ આપ્યો છે - પહેલી મૈત્રી મૂવી મેકર્સ સાથે સલમાન ખાનની કોઈ ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે. બીજું પુષ્પા 3માં નવો વિલન સલમાન ખાન હોઈ શકે છે. જોકે, પુષ્પા 3માં સલમાન ખાનની ભૂમિકા ટૂંકી હશે. આનો અર્થ એ છે કે તે એક નાનકડી ભૂમિકા હશે. જો તેને સકારાત્મક પ્રતિસાદ મળશે, તો નિર્માતાઓ એક સ્વતંત્ર ફિલ્મ બનાવી શકે છે. સાથે જ તે ફિલ્મ પણ પુષ્પા યુનિવર્સનો ભાગ હશે.

આ પણ વાંચો: એવોર્ડ્સમાં SRKએ પહેરી કરોડોની ઘડિયાળ, કિંમત સાંભળીને ધ્રાસકો લાગશે

જોકે, આ દાવો કેટલો સાચો છે તે તો સમાય જતાં જ ખબર પડશે. હાલમાં, નિર્માતાઓ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સલમાન ખાન નેગેટિવ રોલ્સથી દૂર રહે છે, તો આના માટે કેવી રીતે વાત થઈ, તેની કોઈ પુષ્ટિ નથી. ઉપરાંત, પુષ્પા 3 વર્ષ 2028 સુધી તો નહીં બને, તો પછી પ્રી-પ્રોડક્શનમાં આવો કોઈ પ્લાન બની રહ્યો છે કે નહીં, એ માટે લોકોએ નિર્માતાઓ તરફથી જાહેરાતની રાહ જોવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Allu Arjun Pushpa 3

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ